ગુનો@અમદાવાદ: એલિસ બ્રિજ નજીક લૂંટના આરોપમાં પોલીસે યુવતીની ધરપકડ કરી

સીસીટીવી તપાસવામાં આવ્યા હતા
 
ગુનો@અમદાવાદ: એલિસ બ્રિજ નજીક લૂંટના આરોપમાં પોલીસે યુવતીની ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં ચોરીના કેસ ખુબજ વધી ગયા છે.કોઈને કોઈ જગ્યાએથી  ચોરીનો કિસ્સો જોવા મળતોજ  હોય છે.એલિસ બ્રિજ નજીક લૂંટમાં સંડોવાયેલી યુવતીની ધરપકડ કરાઈ.અમદાવાદમાં છેલ્લાં ૧૫ દિવસમાં IIM બ્રિજ અને લૉ ગાર્ડન નજીક આંગડિયામાંથી રોકડ લઇને જતા વાહનચાલકોને રોકીને કુલ ૨૮ લાખની રોકડની લૂંટની ઘટના બની હતી. આ બંને કિસ્સામાં તબીબ જેવું એપ્રોન પહેરીને જતી મહિલા બાઇક સવાર સાથે હાજર હતી. જેથી આ બંને લૂંટ એક જ ગેંગ દ્વારા કરવામાં આવી હોવાની શક્યતાને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.

જેમાં ટેકનિકલ સર્વલન્સના આધારે બંને કેસનો ભેદ ઉકેલવામાં મદદ મળી હતી અને ખોખરા ભાઇપુરામાં રહેતા રેખા માલી નામની મહિલાને ઝડપી લેવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું તે છારાનગરમાં રહેતા નકુલ તમંચે અને અન્ય બે યુવકો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપતી હતી. પોલીસે રેખા માલી પાસેથી રૂ. ૧૦ લાખની રોકડ પણ જપ્ત કરી છે.

સરખેજમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો ઇલીયાઝ નામનો વ્યક્તિ ગત બીજી સપ્ટેમ્બરે સાંજે સીજી રોડ પર આવેલા આર કે આંગડિયા પેઢીમાંથી રૂ. ૩.૬૪ લાખની રોકડ લઇને એનસીસી સર્કલથી એલિસ બ્રિજ તરફ જતો હતો. ત્યારે બાઇક પર એક યુવતી અને યુવક આવ્યા હતા અને ઇલીયાઝને રસ્તામાં રોકીને તેણે અકસ્માત કર્યો છે. તેમ કહીને વાતોમાં રાખ્યો હતો. આ દરમિયાન અન્ય બે લોકો સ્કૂટરમાંથી રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. ચાર દિવસ બાદ અન્ય બનાવમાં એક કન્ટ્રક્શન કંપનીમાં નોકરી કરતો વિજય ગોહેલ સીજી રોડ પર ઇસ્કોન આર્કેડમાંથી આંગડિયા પેઢીમાંથી રૂ. ૨૫ લાખની રોકડ લઇને ઓફિસ જતો હતો ત્યારે IIM બ્રિજ પર એક યુવક અને યુવતી બાઇક પર આવ્યા હતા અને તેણે અકસ્માત કર્યો છે તેમ કહીને રોકીને ૨૫ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ કરી હતી. આ બંને ઘટનાના સીસીટીવીમાં બાઇક એક જ હતું અને યુવતીએ મેડિકલ એપ્રોન પહેર્યો હતો. જેના આધારે ક્રાઇમબ્રાંચના પીઆઇ બી એસ સુથાર અને તેમની ટીમ દ્વારા શંકાને આધારે સીજી રોડથી લઇને ઘટના સ્થળ અને તે પછીને અનેક સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસે આ ગેંગમાં સંડોવેલી યુવતીને ઝડપી લીધી હતી.