ગુનો@ નેકનામ: જુગારધામ પર પોલીસે દરોડા પાડી કારખાના સંચાલક સહીત ૮ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા

પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 
ગુનો@ નેકનામ: જુગારધામ પર પોલીસે દરોડા પાડી કારખાના સંચાલક સહીત ૮ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં જુગારના કેસ ખુબજ વધી ગયા છે.જુગારીઓ ખુલ્લે આમ જુગાર રમી રહ્યા છે.ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હોય દરમ્યાન નેકનામ ગામે નીલેષભાઇ હરજીભાઇ ચીકાણી પોતાના કોઠારીયા રોડ ઉપર આવેલા એ.વી.એન. ખુરશીના કારખાનામાં મજુરની ઓરડીમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમી રમાડતા નીલેષભાઇ હરજીભાઇ ચીકાણી, નવીનભાઇ જસમતભાઇ હાલપરા,ચેતનભાઇ ધીરજલાલ ચીકાણી,કલ્પેશભાઇ ઉર્ફે ગડરૂ માવજીભાઇ સવસાણી,હસમુખભાઇ ઠાકરશીભાઇ ફેફર,મનીષભાઇ લાલજીભાઇ કાલરીયા અને સુપ્રિતભાઇ ત્રિભોવનભાઇ પટેલને રોકડ રકમ રૂ.૪,૨૦,૦૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ગોરધનભાઈ મોહનભાઈ સોજીત્રા નાશી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે