ક્રાઈમ@રાજકોટ: શહેરમાં પ્રતિબંધિત ફટાકડા વેંચતા ચાર વેપારી સામે ગુનો નોંધતી પોલીસ

જાહેરનામાનું પાલન કરાવવા તપાસ 
 
ક્રાઈમ@રાજકોટ: શહેરમાં પ્રતિબંધિત ફટાકડા વેંચતા ચાર વેપારી સામે ગુનો નોંધતી પોલીસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સદર બજાર સહિતના વિસ્તારમાં લાયસન્સ વગર ફટકાડા વેચનાર, પ્રતિબંધિત ઉંદરડી સહિતના ફટકડાનું વેચાણ કરનાર ચાર ધંધાર્થી સામે પોલીસે જાહેરનામા ભંગ અંગેના કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. શહેર પોલીસ દ્વારા દીવાળીના તહેવાર દરમિયાન કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું પાલન કરાવવા તપાસ કરવામાં આવી રહ્યું છે.

દરમિયાન શહેર પોલીસે પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ કરનાર ચાર ધંધાર્થી સામે જાહેરનામા ભંગ અંગેના કેસ કર્યા છે.

જેમાં પ્ર.નગર પોલીસે શહેરના સદર બજાર વિસ્તારમાં સદર પોલીસ ચોકી પાસે પ્રતિબંધિત કરવામાં આવેલ ઉંદરડીનું વેચાણ કરનાર હરી ભલાભાઇ પરમાર(ઉ.વ 23 રહે. રૈયા ગામ સ્મશાન પાસે) અને ફટાકડા વેચવાનું લાયન્સ વગર ન હોવા છતા જાહેરમાં ફટાકડાનું વેચાણ કરનાર રૂષિકેશ રમેશભાઇ સિંધવડ(ઉ.વ 31 રહે. શ્રી રણછોડનગર શેરી નં.14 રાજકોટ) સામે પોલીસે જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જયારે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ચેકિંગ દરમિયાન શીવભવાની ચોકથી સાંઇબાબા ચોક તરફ જતા રોડ પર રૂદ્ર ઇન્ફા કોમ્પેકસમાં દુકાન નં.1 ની બાજુમાં શ્રી રામ સિઝન સ્ટોરમાં ફટકડા વેચનાર ધંધાર્થી પ્રતિબંધિત ફટાકડાની લૂમ વેચતો હોય પોલીસે ધંધાર્થી હસમુખ રવજીભાઇ ગજેરા(ઉ.વ 54 રહે. ગુલમહોર એવન્યુ એપાર્ટમેન્ટ રોલેક્ષ રોડ) સામે ગુનો નોંધ્યો હતો. આ સિવાય યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ન્યુ પરિમલ સોસાયટી શેરી નં.3 ના ખૂણે મધુવન સિઝન સ્ટોરની દુકાનમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનાર ધંધાર્થી જમનાદાસ કાનજીભાઇ મણવર (ઉ.વ.76 રહે. યુનિવર્સિટી રોડ યોગીનગર રાણી રેસીડેન્સી બ્લોક નં.એ 603 સામે) જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.