ક્રાઇમ@હળવદ: આયુર્વેદિકના નામે નશીલા પદાર્થ વેચાણ કરતા,પોલીસે મોટો જથ્થો કબજે કર્યો

આર પી સી કલમ ૧૦૨ મુજબ કબજે કરી ધોરણસરની કાર્યવાહી 
 
ક્રાઇમ@હળવદ: આયુર્વેદિકના નામે નશીલા પદાર્થ વેચાણ કરતા,પોલીસે મોટો જથ્થો કબજે કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હળવદના ચરાડવા ગામે બસ સ્ટેશન નજીક રહેણાંક મકાનમાં બનાવેલ દુકાન/ગોડાઉનમાંથી એસઓજી ટીમે આયુર્વેદિક શંકાસ્પદ બોટલનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી હળવદ રોડ પર ચરાડવા ગામે બસ સ્ટેશન પાસે મુરલીઘર પાન સેન્ટરની દુકાન વાળા રાજેશભાઈ ડાયાભાઇ સોનગ્રા તેના કબ્જા વાળા રહેણાંક મકાનમાં આવેલ દુકાન/ગોડાઉનમાંથી આયુર્વેદિક શંકાસ્પદ સીરપનો મોટો જથ્થી રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં ત્યાં થી આયુર્વેદીક સીરપ ની બોટલ નંગ ૨૩૨૫ કીમત રૂ.3,46,૪૨૫ નો મુદામાલ સી આર પી સી કલમ ૧૦૨ મુજબ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં પી આઈ એમ પી પંડ્યા, પી એસ આઈ એ એમ એસ અંસારી,પી એસ આઈ કે આર કેસરિયા, રણજીતભાઈ બાવડા, રસિકભાઈ કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, શેખાભાઈ મોરી, જુવાનસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, ભાવેશભાઈ મિયાત્રા,આશીફભાઈ ચાણકીયા, માણસુરભાઈ ડાંગર, કમલેશભાઈ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા અને અંકુરભાઈ ચાંચુ સહિતની ટીમે કરેલ છે