ક્રાઇમ@રાજકોટ: 14 વર્ષના સગીરે 4 વર્ષની બાળકી સાથે સગીરે અડપલા કર્યા, જાણો સમગ્ર ઘટના

જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ
 
ક્રાઈમ@રાજકોટ: શહેરમાં પ્રતિબંધિત ફટાકડા વેંચતા ચાર વેપારી સામે ગુનો નોંધતી પોલીસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રૈયાધાર વિસ્તારના એક સલ્મ ક્વાર્ટરમાં રહેતી 4 વર્ષની બાળકી સાથે 14 વર્ષના સગીરે અડપલા કર્યા હોવાનો અને ઘણા દિવસથી પોલીસે ફરિયાદ ન નોંધતી હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે.

ઘર બહાર રમતી બાળકીને એકાંતમાં લઈ જઈ ગુપ્તાંગમાં આંગળી નાખી અડપલા કરતા માસુમને લાલ નિશાનો પડી જતા રડતી રડતી ઘરે આવી અને માતાને આપવીતી જણાવી હતી. યુનિવર્સિટી પોલીસમાં જાણ કરી પણ એફઆઈઆર ન થતા પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે રૈયાધાર વિસ્તારના એક સલ્મ ક્વાર્ટરમાં રહેતા અને ફ્રૂટનો વ્યવસાય કરતા બાળકીના પિતાએ સાંજ સમાચારને જણાવ્યું કે, તેમને 8 વર્ષનો પુત્ર અને 4 વર્ષની પુત્રી છે. તા.3/12ના રોજ બાળકી ઘર બહાર રમતી હતી. તેની સામે રહેતા પરિવારનો 14 વર્ષનો ધો.9માં ભણતો સગીર બાળકીને ફોસલાવી સીડી પાસે લઈ ગયો. એકાંતમાં બાળકીના ગુપ્તાંગમાં અડપલા કર્યા. બાળકીને બળતરા અને દુખાવો થતા રડતી રડતી ઘરમાં આવી. માતાને વાત કરી. સગીરના પરિવારને આ બાબતે જાણ કરી તો સગીરના પિતા અને મોટો ભાઈ ચોરી પે સીના જોરી કરે તેમ સામો ઝઘડો કરવા આવેલ. પોલીસમાં જાણ કરતા શી ટીમ આવી હતી. જેણે બાળકી સાથેના કૃત્ય અંગે જાણી મુંજકા ખાતે યુનિવર્સિટી પોલીસ મથકમાં લઈ ગયા હતા.

પોલીસે બાળકીનું મેડિકલ ચેક અપ કરાવ્યું હતું. પરત ઘરે આવેલા પરિવાર પર હુમલો કરાયો હતો. જેથી ફરી પોલીસમાં જાણ કરતા સગીરાના પિતા રાજુભાઇ અને સચિનને પોલીસે લોક અપમાં પૂર્યા હતા. બાળકીના પિતાને ધમકી અપાઈ હતી કે, તેના હાથ પગ ભાંગી નાખશે. અહીં રહેવા નહીં દયે અને જો રહેશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકીથી ડરી પરિવાર ભયભીત છે. આક્ષેપો અંગે હાલ તપાસ થઈ રહી હોવાનું પોલીસ જણાવી રહી છે.

ગરીબની અવગણના : કડકડતી ઠંડી વચ્ચે અડધી રાત સુધી માસૂમ બાળા સાથે પરિવારે સીપી કચેરીએ ધરણાં કર્યા : કોઈ અધિકારી સાંભળવા ન આવ્યા

પોલીસે ફરિયાદ ન લેતા ગઈકાલે રાત્રે બાળકી સાથે પરિવાર કડકડતી ઠંડી વચ્ચે અડધી રાત સુધી પોલીસ કમિશનર કચેરીની બહાર બેઠો રહ્યો. ધરણાં કર્યા હતા. જોકે કોઈ અધિકારી તેમને સાંભળવા આવ્યા નહોતા. ગરીબ પરિવારની અવગણના કરાઈ હોય તેમ ઠંડીમાં પરિવાર ઠુઠવાતો રહ્યો. જોકે રાતે 1 વાગ્યે કંટ્રોલ રૂમના કોઈ અધિકારીને જાણ થતાં તેઓએ પરિવારને સમજાવેલ અને સવારે પોલીસ કમિશનર આવે ત્યારે રજુઆત કરવા આવજો તેમ કહીં પોલીસ વાનમાં ઘર સુધી પહોંચાડવા વ્યવસ્થા કરેલી.

રાતે પરિવારને ઘરમાં પુરી કોઈ ફરાર થઇ ગયું

બાળકીના પિતાએ જણાવ્યું કે, રાત્રે પોલીસ વાન તેમને ઘરે મુકવા આવી. ધમકી મળી હતી એટલે બે હોમ ગાર્ડ બહાર બેસાડ્યા હતા. 4-5 વાગ્યે આ હોમગાર્ડ પણ જતા રહ્યા હતા. વહેલી સવારે 6 વાગ્યે દૂધ લેવા બહાર જવું હોય ક્વાર્ટરનો દરવાજો કોઈ બહારથી બંધ કરી પરિવારને ઘરમાં પુરી કોઈ ફરાર થઇ ગયાનું જણાતા ફરી 100 નંબર પર કોલ કરતા જતા રહેલા હોમગાર્ડ પાછા આવેલ હતા.

મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે : પીઆઈ

યુનિવર્સિટી પોલીસના પીઆઈ બી.પી. રજયાએ જણાવ્યું હતું કે, બાળકીના માતા પિતા જ્યારે બાળકીને લઈ પોલીસ મથકે આવેલા ત્યારે બાળકીનું મેડિકલ ચેક અપ કરાવવામાં આવેલું. પ્રાથમિક તપાસમાં બંન્ને પક્ષે કોઈ બાબતે માથાકૂટ ચાલતી હોય તેના કારણે બાળકીની સાથે અડપલા થયાની ફરિયાદ ઉભી કરાઈ હોય તેવું જણાય છે. પરંતુ પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટમાં બાળકી સાથે કંઈ અજુગતું થયાનું જણાશે તો કાયદેસર આગળની કાર્યવાહી કરાશે.