ગુનો@રાજકોટ: ઓટો બ્રોકરની ભાડે કરેલી રૂ.13 લાખની કાર લઈ પંજાબી શખ્સ નાસી છૂટ્યો

પોલિસ મથકે છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ
 
ક્રાઈમ@ અમદાવાદ: લગ્નના બે વર્ષ બાદથી પતિએ મહિલા પર ત્રાસ ગુજારતા,પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં  ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.  મવડી ચોકડી પાસે ઓફીસ ધરાવતાં ઓટો બ્રોકરની ભાડે કરેલી રૂ.13 લાખની કાર લઈ પંજાબી શખ્સ નાસી છૂટતાં માલવીયાનગર પોલિસ મથકે છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ હતી. 40 ફુટ રોડ પર ગીરનાર સોસાયટીમાં રહેતા અને મવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયરમાં ઓફિસ નં. 311 માં આર.જે. કાર રેન્ટ નામે વાહન લે-વેચ ઉપરાંત ગાડી ભાડે આપવાનું કામ કરતા રવી જેન્તીભાઈ ટાંકની રૂ.13 લાખની ક્રેટા કાર જીતેન્દ્રસિંગ ઠાકુરસિંઘ ભાડે લઈ ગયા બાદ પરત નહી આપી ઠગાઈ કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

વધુમાં ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, ગઈ તા.14નાં તેના મિત્ર સાથે ઓફિસે હતો ત્યારે ત્યા ગ્રાહક તરીકે આવેલા આરોપી જીતેન્દ્રસિંઘ મારે લગ્ન પ્રસંગ હોવાથી ક્રેટા કાર ત્રણ દિવસ માટે ભાડે જોઈએ છે' કહેતા આરોપીને તેણે રૂ.15 હજારનુ ભાડુ કહયુ હતુ. આથી આરોપી સહમત થતા તેના ડોકયુમેન્ટ લઈ ક્રેટા કાર તા.14/2/24 થી તા. 17/2/24 સુધી ત્રણ દિવસ રૂ.15 હજારના ભાડે આપી હતી. ત્યારબાદ તા.17નાં આરોપીને તેના ફોન નંબર પર અવાર-નવાર કોલ કરવા છતા ફોન સ્વીચ ઓફ આવતો હોય અને અત્યાર સુધી કોઈ સંપર્ક નહી થતા અંતે ફરીયાદ નોંધાવી હતી.