ગુનો@રાજકોટ: પારિવારિક સબંધો કેળવ્યા બાદ યુવકે એકલતાનો લાભ લઇ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું

 દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ 

 
અમદાવાદ: ભાજપના યુવા મોરચાએ શ્રમજીવી મહિલા પર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

 મોટા મવા વિસ્તારમાં રહેતા નિલેશ રમેશ પાલા નામના શખ્સે યુવાન સાથે મિત્રતા કેળવી પારિવારિક સબંધો કેળવ્યા બાદ એકલતાનો લાભ લઇ યુવાનની પત્ની પર દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં બનાવ અંગે 29 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે પતિ, પુત્ર સાથે મોટા મવા વિસ્તારમાં રહે છે.

હાલ સીતાજી ટાઉનશિપમાં રહેતો આરોપી નિલેશ પાલા ચારેક મહિના પહેલા પાડોશમાં રહેવા આવ્યો હતો. પોતે જ્યાં રહેતી હતી ત્યાં વધુ લોકો રહેતા ન હોય નિલેશે તેણીના પતિ સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં નિલેશ ઘરે આવતો જતો હોવાથી પારિવારિક સબંધો બંધાયા હતા. નિલેશ અગાઉ પોતાને બહેન કહેતો હતો અને નિલેશના પિતા પોતાને દીકરી માનતા હતા. બંનેના પરિવાર વચ્ચે પારિવારિક સબંધો બંધાયા હોય નિલેશ પોતાની સાથે મોબાઈલ પર પણ વાત કરતો હતો. દરમિયાન ગત સપ્ટેમ્બર મહિનામાં પોતાની સાથે મોબાઇલ પર મેસેજથી વાતો કરવાનું ચાલુ કર્યું હતું.

ત્યાર બાદ બે મહિના પહેલા પતિ નોકરીએ ગયા હતા તે સમયે નિલેશ ઘરે આવ્યો હતો. પતિ ઘરે ન હોવાનું અને પોતે એકલી હોવાનું જાણ્યા બાદ બળજબરીથી બેડરૂમમાં લઇ ગયો હતો. જ્યા નિલેશે રૂમમાં જબરજસ્તી કરી પોતાના પર દુષ્કર્મ આચર્યું હતું. સમયે નિલેશે તેના મોબાઇલથી તે પળોનો વીડિયો ઉતારી લીધો હતો. દુષ્કર્મ આચર્યા બાદ તે વારંવાર મેસેજ અને ફોન કરતો હોય તેની સાથે મેસેજ અને ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, નિલેશના કૃત્ય બાદ તેના ઘરે જવાનું પણ બંધ કરી દીધું હતું જેથી નિલેશે પોતાને ફોન કરી તું કેમ મને મેસેજમાં જવાબ નથી આપતી કે ફોન નથી કરતી.

ઉપરાંત ધમકી આપતા આરોપીએ કહ્યું હતું કે, જો તું આવું જ કરતી રહીશ તો આપણી એકાંતની પળોનો વીડિયો વહેતો કરી દઈશની ગર્ભિત ધમકી આપી હતી. તેમ છતાં નિલેશની ધમકીથી તાબે નહીં થતા તેને પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ધમકીથી ગભરાઈ જતા અંતે નિલેશે આચરેલા કૃત્ય અંગે પતિને વાત કર્યા બાદ તાલુકા પોલીસ મથકમાં નિલેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ પી.પી. ચાવડાએ આરોપી નિલેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.