​​​​​​ક્રાઈમ@રાજકોટ: કોન્ટ્રાક્ટરે યુવતીને ફસાવી અને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું

પોલીસે વધુ પૂછતાછ કરી હતી.
 
ક્રાઈમ@વાપી: વારંવાર વિનંતી કરવા છતાં બાપ બન્યો શેતાન,દીકરી પર સાત વર્ષથી દુષ્કર્મ આચરતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં બળત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કારના ગુનાઓ સામે આવતા હોય છે.  શહેરમાં એક વિસ્તારમાં રહેતી યુવતીને આજી ડેમ પાસે કારખાનામાં કામ અપાવાના બહાને બોલાવી લેબર કોન્ટ્રાક્ટરે ફસાવી ન્યૂડ વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી. કારખાને બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ પૂછતાછ કરી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એક વિસ્તારમાં રહેતી અને કારખાનામાં મજૂરીકામ કરતી યુવતીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે લેબર કોન્ટ્રાક્ટર લોકેશ નામના શખ્સનું નામ આપ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને કામની જરૂર હોય લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા લોકેશને મળી હતી અને તેને કામ અપાવી દેવાની લાલચ આપી પરિચય કેળવી ફોન નંબર મેળવી વાતો કરી હતી. ત્યારબાદ માંડાડુંગર પાસે આવેલ કારખાનામાં બોલાવી હતી. ત્યારબાદ તેને કામ અપાવી દેવાની લાલચ આપી મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરી ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ યુવતીનો ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર કારખાને બોલાવી ધમકી આપી.  મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હોય જેથી કંટાળી જઈ યુવતી પોલીસ મથકે પહોંચી હતી.

આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. સોલંકી સહિતના સ્ટાફે યુવતીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી લોકેશની અટકાયત કરી તેનું મેડિકલ કરવાની કાર્યવાહી કર્યા બાદ તેની પૂછતાછ કરી હતી. જેમા આરોપી લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતો હોવાનું જણાવતા પોલીસે વધુ પૂછતાછ કરી હતી.