ગુનો@રાજકોટ: મર્સિડીઝ કારના કાચ તોડી ૧૦ લાખની રોકડની ચોરી, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 
ગુનો@રાજકોટ: મર્સિડીઝ કારના કાચ તોડી ૧૦ લાખની રોકડની ચોરી, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની ઘટના સામે આવતી હોય છે.  વાહન ચોરીના બનાવો બની રહ્યા છે તો તાજેતરમાં પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગ માં રહેલ મર્સિડીઝ કારના કાચ તોડી ૧૦ લાખની રોકડ, બેન્કની ચેકબુક અને લેપટોપ સહીત ૧૧.૫૦ લાખની મત્તા અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ૪૦૧, જી ટાવર ગાર્ડન સિટીમાં રહેતા અર્જુનભાઈ જયેશભાઈ અમૃતિયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૨ માર્ચના સાંજના સુમારે ફરિયાદીની મર્સિડીઝ કાર જીજે ૦૩ એમઈ ૯૧૩૩ વાળી અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પાર્કિંગમાં હોય.

ત્યારે કારમાં ડ્રાઈવરના પાછળના દરવાજાનો કાચ તોડી અજાણ્યો ઇસમ રોકડ રૂ ૧૦ લાખ, એચડીએફસી બેન્કની ચેકબૂક, રેસર કંપનીનું લેપટોપ કીમત રૂ 1.૫૦ લાખ સહીત કુલ રૂ ૧૧.૫૦ લાખની મત્તા ચોરી કરી ગયા છે રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.