ક્રાઈમ@રાજકોટ: મોહસીન આદમાણી બાઇકમાં બહેનના મંગેતરના ઘરે પહોંચ્યોને પાંચ શખ્સો તૂટી પડ્યાને માર માર્યો

મોહસીન સારવાર કારગત ન નીકળતા તેમનું મોત નીપજ્યું હતું.
 
ક્રાઈમ@રાજકોટ: મોહસીન આદમાણી બાઇકમાં બહેનના મંગેતરના ઘરે પહોંચ્યોને પાંચ શખ્સો તૂટી પડ્યાને માર માર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજકોટમાં પોલીસનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ છેલ્લા એક માસમાં સાત-સાત હત્યાના બનાવો સામે આવતાં શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે, જાણે કે તેઓ યુપી બિહારમાં રહેતાં હોય તેવું મહેસુસ કરી રહ્યા છે. સામાન્ય બાબતમાં છરી તલવાર અને ધોકા-પાઇપ ઉડવા સામાન્ય બની રહ્યું છે.શનિવારની રાતે જામનગર રોડ પર આવેલ જમાવડો હોટલ પાસે આહીર યુવકને સરાજાહેર કારમાં ઘસી આવેલા શખ્સોએ બેહરિમીથી હત્યા થયાની શાહી હજું સુકાણી નથી ત્યાં ન્યુ સાગર સોસાયટીમાં મોહસીન સુમરા નામના યુવકને છ શખ્સોએ ધોકા અને પાઈપથી ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે અને બાદમાં સિવિલે દોડી ગઈ હતી મૃતકના ભાઈની ફરિયાદ પરથી છ શખ્સો સામે 302 ની કલમ હેઠળ ગુનો પાંચ શખ્સોને સકંજામાં લીધાં હતાં.

પ્રાપ્ત વિગત મુજબ, બનાવ અંગે રાજકોટમાં જંગલેશ્વર શેરી નં.15 માં યા કામુનસા નામના મકાનમાં રહેતાં મૃતકના ભાઈ અયાન અબ્દુલ આદમાણી એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હાજી સુમાર ડોઢિયા, મહમદ હાજી, નૌશાદ જાહિદ જોબન, એઝાઝ જાહિદ જોબન, મકબુલ સુલેમાન પતાણી અને પરાગ રમેશ કારેલીયાનું નામ આપ્યું હતું.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેમની બહેનની સગાઈ છ માસ પહેલા આરોપી નૌશાદ સાથે થયેલ હતી. નૌશાદ રંગરૂપે કાળો હોવાથી ફરિયાદીના મોટા ભાઈ મોહસીન આદમાણી (ઉ.વ.31)ને તે ગમતો ન હતો. જેથી મોહશીનને તે સગાઈ રાખવી ન હોય, જે મામલે વાતચીત કરવાં ફરિયાદી તથા તેનો ભાઈ મોહસીન બંને આરોપીને ઘરે બાઇકમાં ગયેલ હતાં.

જ્યાં કોઈ વાતચીત થાય તે પહેલાં જ લાકડાના ધોકા સાથે સજ્જ આરોપીઓએ મોહસીન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ઢોર માર મારતા મોહસીન બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેમને તાત્કાલિક 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયા અને ટીમ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને પ્રથમ આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બાદમાં ટૂંકી સારવારમાં યુવકનું મોત નિપજતાં 302 ની કલમનો ઉમેરો કરી પોલીસે પાંચ આરોપીને સકંજામાં લઈ અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતક રેંકડો ચલાવવાની મજૂરી કામ કરતો અને ત્રણ ભાઈ બહેનમાં વચ્ચેટ હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બે માસમાં થયેલ સાત હત્યાના બનાવો
1. કણકોટ પાટીયા પાસે પાનની દુકાને આધેડની હત્યા.
2. ન્યારી ડેમ પાસે પરપ્રાંતીય યુવકની બોથડ પદાર્થના ધા ઝીંકી હત્યા.
3. ધમલપર નજીક દારૂ પીવાના ડખ્ખામાં ચુનારાવાડના યુવકની હત્યા.
4. કુવાડવામાં યુવતીની વાતચીત મામલે કિશન નામના યુવકની હત્યા.
5. થોરાળામાં ગાંજા પીવાની ના પાડતા પાનની કેબીન ધરાવતા યુવકની હત્યા.
6. જામનગર રોડ પર આહિર યુવકની હત્યા.
7. ગઇરાત્રે ન્યુ સાગર સોસાયટીમાં સુમરા યુવકને છ શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો.

મૃતક યુવકના દોઢ માસ પહેલાં જ લગ્ન થયાં 'તા
ન્યુ સાગર સોસાયટીમાં બહેનની સગાઈની ના પાડવા ગયેલ મોહસીન સુમરાની છ શખ્સોએ ઢોર મારમારી હત્યા નીપજવી હતી. મોતને ભેંટનાર યુવકના દોઢ માસ પેહલાં જ લગ્ન થયાં હતાં. પરિણીતાની મહેંદીનો રંગ ઉતરે તે પેહલાં જ પતિનું મોત થતાં પરિવારમાં આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

મૃતકની બહેન હિના હડમતાળા ફઇના ઘરે જ મોટી થઈ, ગઇકાલે જ મોહસીન રાજકોટ તેડી લાવ્યો હતો
રાજકોટ. તા.28 : મૃતક મોહસીનની એકની એક બહેન હીના નાનપણથી જ હડમતાળા રહેતાં ફઇના ઘરે રહીને મોટી થઇ હતી. ગઇકાલે જ મોહસીન બહેનને ત્યાંથી તેડી સાંજે પોતાના ઘરે મુકીને બહાર ગયો હતો.

બાદમાં રાતે નાના ભાઇ અયાનને ફોન કરી પોતાને અંકુર સોસાયટીમાંથી તેડી જવા કહેતાં અયાન ત્યાં જતાં મોહસીને હવે હોન્ડા સીધુ નોૈશાદના ઘરે લઇ લે તેમ કહેતાં અયાને ત્યાં જવાની ના પાડી હતી. પણ મોહસીનને જીદ કરતાં તેને બાઇક ન્યુ સાગરમાં બનેવીના ઘર પાસે ઉભુ રાખતાં જ બનેવી નોૈશાદ, તેનો ભાઇ સહિત છ જણા ધોકાથી તૂટી પડતાં ગભરાયેલો અયાન ભાગી ગયો હતો અને મોટા ભાઇને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. મોટા ભાઇ સહિતના પહોંચતા મોહસીન લોહીલુહાણ મળ્યો હતો અને હોસ્પિટલમાં 108 મારફત ખસેડયો હતો. પરંતુ સારવાર કારગત ન નીકળતા તેમનું મોત નીપજ્યું હતું.