ગુનો@રાજકોટ: યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ રૂા.25 હજાર પડાવ્યા

પોલીસે અમદાવાદના શખ્સની ધરપકડ કરી
 
ગુનો@રાજકોટ: યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ રૂા.25 હજાર પડાવ્યા 

અટલ સમાચાર ડોટ  કોમ, ડેસ્ક 

રાજ્યમાં ઓનલાઇન મિત્રતાના  કેટલાય બનાવો સામે આવતા હોય છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ સ્નેપચેટ ઉપયોગ કરતી યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી જેમાં મિલન પટેલે વાતો કરી બાદમાં ચેટના ફોટા વાયરલ કરવાની ધમકી રૂા.25 હજાર પડાવતા યુવતીની ફરિયાદ આધારે ભકિતનગર પોલીસે અમદાવાદના શખ્સની ધરપકડ કરી છે.

રાજકોટની ફરિયાદી યુવતીએ ગત તા. 3ના રોજ ભકિતનગર પોલીસમાં આપેલ ફરિયાદમાં મિલન પટેલ નામના શખ્સે ચેટ વાયરલ કરવાની ધમકી આપી રૂા.25 હજાર પડાવી પોતાની ઓળખ છુપાવી છેતરપીંડી કર્યાની ફરીયાદ આધારે પી.આઇ.

એમ.એમ.સરવૈયા સહિતના સ્ટાફે તપાસ દરમિયાન કિશન ઉર્ફે મીલન ઉર્ફે ડો.મિલન અશ્વીનીકુમાર પટેલ રે. વીર સાવરકર હાઇટસ, ઓગણજ રોડ, ગોતા, અમદાવાદ મુળ રે. આનંદપુરા રાજપુર તા. સિધ્ધપુરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.