ક્રાઈમ@રાજકોટ: 2 લાખની ઉઘરાણી મામલે ધંધાર્થી પર ત્રણ શખસોએ ધોકાથી હુમલો કર્યો

યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
 
ક્રાઈમ@રાજકોટ: 2 લાખની ઉઘરાણી મામલે ધંધાર્થી પર ત્રણ શખસોનો ધોકાથી હુમલો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વ્યાજખોરીની ઘટના  ફરી સામે આવી  છે.વ્યાજખોરે પ્રૌઢની કાર અને બાઇક પડાવી લીધાની ગઇકાલે ભકિતનગરમાં ફરિયાદ થયા બાદ આજરોજ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના વધુ બે કિસ્સા સામે આવ્યા છે.શહરેના દાણાપીઠ પાસે રહેતા યુવાનને વ્યાજની ઉઘરાણી સબબ હોસ્પિટલ ચોકમાં રાત્રીના વ્યાજખોર શાહરૂખ સહિત ત્રણ શખસોએ ધોકા વડે મારમારતાં યુવકને સારવારમાં ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, દાણાપીઠ પાસે સિંધી ડેલમાં રહેતો જયેશ જગદીશભાઇ પેથાણી(ઉ.વ 28) નામનો યુવાન રાત્રીના હોસ્પિટલ ચોકમાં હતો ત્યારે તેને અહીં શાહરૂખ,સંજુ તથા એક અજાણ્યા શખસે મળી ઝઘડો કરી ધોકા વડે મારમારતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુવાનનું નિવેદન લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.યુવાને કરેલા આક્ષેપ મુજબ તેણે શાહરૂખ પાસેથી રૂ.2 લાખ વ્યાજ લીધા હતાં.જેની શાહરૂખ પઠાણી ઉઘરાણી કરતો હોય અને વ્યાજની આ રકમની ઉઘરાણી માટે તેને શાહરૂખે અન્ય શખસો સાથે મળી મારમાર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.