ક્રાઇમ@રાજકોટ: પતિએ જ પત્નીને છરીના 5 ઘા મારી હત્યા નીપજાવતા ચકચાર મચી

બનાવની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો
 
ક્રાઇમ@રાજકોટ: પતિએ જ પત્નીને છરીના 5 ઘા મારી હત્યા નીપજાવતા ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીને છરીના 5 ઘારી હત્યા નીપજાવતા ચકચાર મચી છે. દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નંબર 10 ખાતે આવેલા એક મકાનમાં બન્યો હતો. 27 વર્ષીય નિલેશ્વરી બોરીચા નામની પરિણીતાની તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા છરીના 5 જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી પતિ યોગેશની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પારિવારિક ઝઘડા એટલે કે ઘરકંકાશ હોવાનું જાણવા મળ્યું છે.