ક્રાઈમ@શાપર: પરિણીત પુરુષે યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું

હવસખોર ઇસમ HIV પોઝીટીવ હોવાનું ખુલ્યું

 
ક્રાઈમ@શાપર: પરિણીત પુરુષે યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મની ઘટના સામે આવતી જ હોય છે. શાપર વેરાવળ પંથકમાં યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી જેમાં યુવતીને એક પરિણીત પુરુષે અપરણિત હોવાની ઓળખ આપી લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું તેમજ વિશ્વાસઘાત નહિ કરી વિશ્વાસઘાત કર્યો હતો એટલું જ નહિ દુષ્કર્મ આચરનાર ઇસમ HIV પોસીતીવ હોય અને ગંભીર ચેપી રોગ ફેલાવવાનું કૃત્ય આચર્યું હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

જે બનાવ મામલે ભોગ બનનાર યુવતીએ શાપર (વે) પોલીસ મથકમાં આરોપી જીગ્નેશ ધીરજલાલ મારૂ રહે ધનરાજ પેલેસ સામે વેરાવળ રોડ, ઉના વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે . જેમાં ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે કે છેલ્લા દોઢેક વર્ષથી તા. ૨૬-૧૦-૨૦૨૩ દરમિયાન આરોપી જીગ્નેશ મારૂ નામના ઇસમેં યુવતી અનુ.જાતિના હોવાનું જાણવા છતાં આરોપી જીગ્નેશ પોતે પરિણીત હોય અને યુવતીને તેને અપરણિત હોવાની ઓળખ આપી લગ્ન કરશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

જે આરોપી HIV પોઝીટીવ હોવા છતાં યુવતી સાથે અનેક વખત મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન નહિ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.  તેમજ HIV જેવો ચેપી રોગ ફેલાવી ગુનો આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.  શાપર વેરાવળ પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.