ક્રાઇમ@સિધ્ધપુરઃ અજાણ્યા યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર
patan
પોલીસ દ્વારા લાશની તપાસ કરતા ખિસ્સામાંથી મળી આવેલા આધારકાર્ડ અને ચુંટણીકાડે પરથી મૃતક યુવાનની ઓળખ થઈ હતી. મૃતક યુવાન ગોવિંદભાઈ જેઠાભાઈ પરમાર રહે જય અંબે ચોક સિદ્ધપુર વાળો હોવાનું જાણવા મળ્યું છે.

અટલ સમાચાર, ડોટ કોમ


ગુજરાતમાં રોજ પ્રતિદિન હત્યા અને આત્મહત્યાના બનાવો સામે આવતા રહે છે. આ સાથે પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પુલ નીચેથી હત્યા કરેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. જેને લઈ વિસ્તારમાં ચકચાર મચી છે. ત્યારે આ બનાવના પગલે સિદ્ધપુર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


પાટણ જીલ્લાના સિદ્ધપુર શહેરના હાઈવે સ્થિત સરસ્વતી નદીના પુલ નીચે કોઈ અજાણ્યા યુવાનની બોથડ પદાર્થ વડે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ત્યારે આ બાબતે સિદ્ધપુર પોલીસ સહિત પાટણ એલસીબી, એસઓજી સહિત જિલ્લા પોલીસ વડા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. પોલીસ દ્વારા લાશની તપાસ કરતા ખિસ્સામાંથી મળી આવેલા આધારકાર્ડ અને ચુંટણીકાડે પરથી મૃતક યુવાનની ઓળખ થઈ હતી. મૃતક યુવાન ગોવિંદભાઈ જેઠાભાઈ પરમાર રહે જય અંબે ચોક સિદ્ધપુર વાળો હોવાનું જાણવા મળ્યું છે.

https://www.facebook.com/569491246812298/


પોલીસે તજવીજ હાથ ધરી પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ વડે ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરી છે. તેમજ લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ અર્થે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે. સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પુલ નીચેથી હત્યા કરેલી હાલતમાં યુવાનની લાશ મળવાને લઈ યુવાનની ક્યા સંજોગોમાં હત્યાં કરવામાં આવી છે અને કોના દ્વારા હત્યા કરાઈ છે તેની તપાસ અર્થે પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.