ક્રાઈમ@સુરત: 3 સગા ભાઈઓ દ્વારા માર મારવાની ઘટનામાં પીડિત યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું

હત્યાનો બનાવ સામે આવ્યો છે
 
ક્રાઈમ@મોરબી: પત્ની પ્રેગ્નેટ હોવા છતાં પતિએ તેના પર હાથ ઉપાડી માર માર્યો,જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચોરની આશંકામાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્રણ સગા ભાઈઓ દ્વારા માર મારવાની ઘટનામાં પીડિત યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે હત્યારા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરમાં સામાન ચોરી કર્યાની આશંકા રાખીને ત્રણ ભાઈઓએ યુવકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકને માત્ર શંકાના આધારે પાઇપના ફટકા મારવામાં આવ્યા હતા. પાઇપથી માર મારવાના કારણે યુવક ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો. આરોપી ભાઈઓએ યુવકની સહેજ પણ દયા ન રાખી માર માર્ટા રહેતા યુવકને મોતના ઘાટ ઉતાર્યો હતો. ગંભીર ઈજાઓ થતા અરવિંદ નિશાદ નામના ઈજાગ્રસ્તનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.હત્યાના ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.