ક્રાઈમ@સુરત: યુવતી સાથે મિત્રતા બાધી આરોપીએ અનેક વાર દુષ્કર્મ આચર્યું અને સગર્ભા બનાવી

યુવતી પર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી

 
ક્રાઈમ@સુરત: યુવતી સાથે મિત્રતા બાધી આરોપીએ અનેક વાર દુષ્કર્મ આચર્યું અને સગર્ભા બનાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં બળત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કારનો બનાવ સામે આવતો હોય છે. અત્યારના સમયમાં નાની બાળકીઓ પણ સુરક્ષિત રહી નથી. સુરતમાં આજકાલ દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. કેટલીકવાર કોઈ અજાણ્યા સાથે મિત્રતા થયા બાદ તેઓ એટલી હદે આગળ વધી જાય છે કે પાછળથી પસ્તાવો કર્યા સિવાય કોઈ જ રસ્તો નથી બચતો. ત્યાર બાદ આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ થતી હોય છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે.

સુરત પોલિટેક્નિકમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પાસ યુવતીને બસના એક ડ્રાઇવર સાથે દોસ્તી કરવાનું ભારે પડ્યું હતું. બીઇ કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો, જોકે ગર્ભ રહી જતાં યુવતીએ લગ્નનું કહ્યું તો ST બસના ડ્રાઇવરે ના પાડી દીધી. ત્યાર બાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એસટી બસના ડ્રાઇવર સામે અઠવા પોલીસે બળાત્કારની ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


યુવતીએ અઠવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તેના વતન આહવા જઇ રહી હતી એ વખતે મૂળ વાંસદાના અને એસટીના ડ્રાઇવર તરીકે કામ કરતા 35 વર્ષીય મહેન્દ્ર જીવલુ ભોયા સાથે તેનો પરિચય થયો હતો. દરમિયાન થોડા દિવસ બાદ બસમાં પરિચય થયા પછી તેણે મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.


રવિ એપાર્ટમેન્ટ, કૈલાસનગર, આઇટીસી બિલ્ડિંગની પાસે મજૂરા ગેટ, અઠવા લાઇન્સ ખાતે આ મહેન્દ્ર તેને મળવા માટે આવતો હતો. એ વખતે તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન મહેન્દ્રએ તેની સાથે લગ્નની લાલચ આપી ગુપ્ત રીતે વારંવાર વાંસદા પાસેના ગેસ્ટહાઉસમાં મળીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત પોતે સર્ગભા થતાં મહેન્દ્રને જાણ કરી હતી. મહેન્દ્રએ તેને ઠંડા પીણામાં દવા આપીને તેનો ગર્ભ પડાવી દીધો હતો.


યુવતીને બાદમાં માલૂમ પડ્યું કે મહેન્દ્ર ભોયાનાનું તેના સિવાય અન્ય યુવતીઓ સાથે સંબંધ છે. તે તેને મૂરખ બનાવી રહ્યો છે, તેથી પોતે આ અંગે જાણ કરતાં મહેન્દ્રએ તેને અનેકવાર ફટકારી હતી. આ ઉપરાંત જે થાય એ કરી લેવા માટે જણાવાયું હતું. જોકે તોય યુવતીને સમજાવી તેનો વારંવાર ઉપભોગ કરવાનું ચાલું રાખ્યું હતું.


યુવતીના પિતા સફાઇ કામદાર છે. યુવતીએ માતા-પિતાને આ વાતની જાણ કરતાં મહેન્દ્રને સમજાવવા માટે તેના ગામના સરપંચને કહ્યું હતું. સરપંચે તેને સમજાવતાં પણ મહેન્દ્રએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. મહેન્દ્રએ યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હોવાની વાતની કબૂલાત કર્યા બાદ તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.


આ કિસ્સામાં મહેન્દ્ર દ્વારા લગ્ન કરવાનો ઇનકાર કરવામાં આવતાં આખરે અઠવા પોલીસમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. યુવતીના કૈલાસનગર ખાતેના નિવાસસ્થાન પર આવીને મહેન્દ્રએ યુવતી સાથે વારંવાર શારીરિક સહવાસ માણતાં આ મામલે પોલીસે મહેન્દ્રને પકડીને હાલમાં જેલ ભેગો કર્યો છે.