ક્રાઈમ@સુરત: મહિધરપુરામાં 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી
બાઈકચાલક શખ્સોએ અપહરણ કરીને લૂંટ કરી
Jan 5, 2024, 18:36 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના મહિધરપુરામાં 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈકચાલક શખ્સોએ અપહરણ કરીને લૂંટ કરી હોવાની વાત સામે આવી છે. જો કે, હાલ ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં હોવાની પોલીસે વાત કરી છે. આંગડિયા પેઢીમાં રૂપિયા લેવા આવેલા કર્મચારીને કેટલાક શખ્સોએ લૂંટ્યો હોવાની વાત સામે આવી છે.
પહેલા ભોગ બનનાર કર્મચારીએ હીરા લૂંટાયા હોવાની વાત કરી હતી. તો હીરાની વાત કર્યા બાદ અપહરણ કરીને રૂપિયાની લૂંટ કરી હોવાનો દાવો કર્યો હતો. લૂંટાયેલા કર્મચારીની વાતોના આધારે તે પોતે જ શંકાના દાયરામાં આવ્યો છે. અપહરણ કરીને લૂંટની ઘટના ઉપજાવી હોય તેવી શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

