ગુનો@સુરત: પશુઓને કતલખાને લઈ જતા 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
ગુનો@સુરત: પશુઓને કતલખાને લઈ જતા 2 આરોપીઓની પોલીસે  ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કદવાલી ત્રણ રસ્તા પાસેથી ઉમરપાડા પોલીસે ચોક્કસ માહિતીના આધારે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લીધા હતા. આ મામલે પોલીસે બે ઇસમોની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડેડીયાપાડા તાલુકાના અરેથી ગામ ખાતે રહેતો અજય વસાવા તેમજ સંદીપ વસાવા એક પિકઅપ બોલેરો ટેમ્પોમાં 7 પશુઓને ક્રૂરતા પૂર્વક બાંધી કોઈપણ પ્રકારના ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર ખીચોખીચ બાંધી કતલ ખાને લઈ જઈ રહ્યા હોવાનું પોલીસને બાતમી મળી હતી.

સુરત જિલ્લામાં અવાર નવાર પશુઓની તસ્કરી અને ગેકાયદેસર હેરફેરના બનાવો સામે આવતા હોય છે.જિલ્લાના ગૌરક્ષકો તેમજ સુરત જિલ્લા પોલીસ દ્વારા જીવ જોખમમાં મૂકી આ પશુઓને બચાવવામાં હોય છેત્યારે વધુ એકવાર પોલીસે મોતના મુખમાંથી પશુઓને બચાવી લીધા હતા.

ચોક્કસ માહિતીના આધારે ઉમરપાડા પોલીસે ઉમરપાડા તાલુકાના કદવાલી ત્રણ રસ્તા પાસેથી પિકઅપ બોલેરો ઝડપી લીધો હતો.પોલીસે બે ઇસમોની અટક કરી કતલ માટે પશુ મંગાવનાર અલ્તમશ ઉર્ફે અલ્તુ અબ્દુલ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઉમરપાડા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.