ગુનો@સુરત: નશીલા પદાર્થ લાવી હેરફેર અને વેચાણના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો

2 નેપાળી યુવાનોની ધરપકડ કરી

 
ગુનો@સુરત: નશીલા પદાર્થ લાવી  હેરફેર અને વેચાણના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સારોલીમાં ચરસ ઝડપાયું છે. સરોલી પોલીસે ચોક્સસ  બાતમીના આધારે નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણના કૌભાંડને ઝડપી પાડવાની કવાયતના ભાગરૂપે 8 કિલો ચરસ ઝડપી પાડ્યું છે. 2 નેપાળી યુવાનોની ધરપકડ કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સારોલી પોલીસે બાતમીના આધારે નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે ૮ કિલો ચરસ લાવવામાં આવ્યું છે. સુરત ના સીમાડા ચેકપોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી અનુસારના બે 2 યુવકો નજરે પડતા તેમની અટકાયત કરી તલાસી લેતા ચરસ ઝડપાયું હતું. સરોલી પોલીસે કુલ 11 લાખ રૂપિયાનું ચરસ કબ્જે કર્યું છે.

ગુનામાં સંડોવાયેલા 2 નેપાળી યુવકો ની ધરપકડ પણ કરાઈ છે. આ બને ચરસનો જથ્થો નેપાળથી લાવ્યા હતા. જથ્થો કોણે  માહિતી બહાર લાવવા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.