ગુનો@સુરત: આરોપીએ યુવકના ગળાના ભાગે હથિયાર વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી દિધો

ઘા કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
 
ગુનો@સુરત: આરોપીએ પોતાની પ્રેમિકાને પામવા પોતાના મિત્ર સાથે મળી અન્ય સાગરીતોને 50 હજાર રૂપિયામાં હત્યાની સોપારી આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાંડેસરા ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવાવરું જગ્યાએથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢી મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી લીધી છે. સમગ્ર હત્યાકાંડ પાછળ અનૈતિક સંબંધોનું કારણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જ્યાં આરોપીએ પોતાની પ્રેમિકાને પામવા પોતાના મિત્ર સાથે મળી અન્ય સાગરીતોને 50 હજાર રૂપિયામાં હત્યાની સોપારી આપી હતી. જેના એડવાન્સ પેટે આરોપીઓને 22 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

સુરતમાં અનૈતિક સંબંધોનો ફરી એક વખત કરુણ અંજામ આવ્યો છે. પાંડેસરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા અવાવરું જગ્યાએથી ગતરોજ યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટનામાં અનૈતિક સંબંધો હોવાનું કારણ બહાર આવ્યું છે. સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, ગત્રોજ પાંડેસરાના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલા અવાવરું જગ્યાએથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેમાં યુવકના ગળાના ભાગે શિક્ષણ હથિયાર વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. બનાવની જાણકારી માટે સ્થળ પર પહોંચેલી પાંડેસરા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

મૃતક યુવકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવામાં આવ્યા હતા. જે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પાંડેસરા પોલીસે લુમ્સ ખાતામાં બોબીન ભરવાનું કામ કરતા રામ ખીલાવન કેવટ નામના શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. જે શખ્સની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પાંડેસરા પોલીસને સફળતા મળી હતી. પોલીસ પૂછપરછમાં પાંડેસરા ખાતે આવેલ તુલસીધામ સોસાયટીમાં રહેતા પુરણ ગુડ્ડુ શાહુની હત્યા આરોપીએ પોતાના અન્ય સાગરીતો સાગર ખંડવાલ, સંતોષ મહંતી સહિત જીતેન રૂપાલ સાથે મળી કરી હતી. જેથી અન્ય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન પાંડેસરા પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.

પાંડેસરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરી આરોપી સાગર ભગવાન ખંડવાલ, સંતોષ ભાસ્કર, જીતેન્દ્ર ઉર્ફે જીતેન્દ્ર મોજીલાલ રૂપાલે પણ ઝડપી પાડ્યા હતા. જે તમામ આરોપીઓની આકરી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક પુરણ ગુડડું શાહુની પત્ની સંગીતાના અજય મૌર્ય જોડે અનૈતિક સંબંધો ચાલી આવ્યા હતા. બંને વચ્ચે ચાલી આવેલા પ્રેમ સંબંધમાં પતિ પૂરણ ગુડ્ડુ સાહુ નડતરરૂપ થઈ રહ્યો હતો. પરંતુ બંને વચ્ચેના પ્રેમ સંબંધની જાણ પતિ પુરણ શાહુને થઈ ગઈ હતી. જેથી પુરણ સાહુએ આરોપી અજય મૌર્યને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી અજય મૌર્ય એ અન્ય આરોપી હરીશંકર રામસામુદ મોર્યાંને સંગીતાના પતિ પૂર્ણ સહુની હત્યા માટેની સોપારી આપી હતી. જે માટે અજય મૌર્યએ હરીશંકરને 50000 રૂપિયાની સોપારી આપી હતી. જેમાં હત્યા પહેલા એડવાન્સ પેટે બાવીસ હજાર રૂપિયા જેટલી રકમ આપી હતી. જ્યારે બાકીની રકમ હત્યા બાદ આપવા નક્કી થયું હતું.

આરોપી હરિશંકર મોરિયાએ પોતાના અન્ય સાગરીતો રાકેશ રામખીલાવન કેવટ, સાગર ખંડવાલ, સંતોષ મહંતી, જીતેન રૂપાલેને રૂપિયાની લાલચ આપી હત્યાકાંડમાં સામેલ કર્યા હતા.બાદમાં પુરણ શાહુની હત્યા માટે હરીશંકરે અન્ય આરોપીઓને 40 હજાર રૂપિયામાં સોપારી આપી હતી. જ્યાં પૂરણ સાહુ જોડે મિત્રતા કેળવવાનું કહી તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ 17મી ઓક્ટોબરના રોજ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં રાકેશ કેવટ, સાગર ખંડવાલ, સંતોષ મહંતી અને જીતેન રૂપાલેએ પુરણ શાહુ જોડે મિત્રતા કેળવી પાંડેસરાના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ પાછળ આવેલી અવાવરૂ જગ્યાએ બોલાવ્યો હતો. જે બાદ મળવા માટે આવી પહોંચેલા પુરણ સાહુને આરોપીઓ દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહીં પરંતુ હત્યા બાદ તમામ આરોપીઓ લાશને ત્યાં જ ફેંકી ફરાર થઈ ગયા હતા.