ક્રાઈમ@સુરત: કામાંધ આચાર્ય નાહી રહેલી વિદ્યાર્થિનીઓને જોતો, જાણો વધુ વિગતે

સુરતના માંડવીની આશ્રમ શાળાના રૂમમાં દવાના ડબ્બા, મંદિર અને આંતરવસ્ત્રો, રસોડામાંથી બીજી ઓરડીનો છે રસ્તો

 
ક્રાઈમ@સુરત: કામાંધ આચાર્ય નાહી રહેલી વિદ્યાર્થિનીઓને જોતો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર બળત્કાર, છેડતીનાં બનાવો સામે આવ્યા છે. હવે તો શાળાઓમાં પણ બાળકીઓ સુરક્ષીત રહી નથી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે. આ કેસમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધાવી છે. આચાર્ય યોગેશ નાથુ પટેલે ધોરણ 7 અને 8માં ભણતી 4 વિદ્યાર્થિનીઓને પોતાના રૂમમાં બોલાવી છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 24 જુલાઈએ બનેલી આ ઘટના અંગે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમશાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

વાસનાંધ આચાર્ય યોગેશ પટેલે નરેણ આશ્રમ શાળાના પોતાના રૂમમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરી હતી, જ્યાં અમે તેમના રૂમમાં શું શું પડેલું છે? તે અંગેની તમામ વિગતો મેળવી હતી. આ રૂમમાં ખુરશીઓ, ફ્રીઝ, દવાઓના ડબ્બાઓ તથા આચાર્યના આંતરવસ્ત્રો સહિત અનેક વસ્તુઓ વેર વિખેર હાલતમાં જોવા મળી હતી.

રૂમના દરવાજા ખોલતાની સાથે જ સૌથી પહેલા નજર આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને આપવામાં આવતી દવાઓના ડબ્બાઓ પર પડી હતી. આ દવાઓ લેવા અને આપવાના નામે આ આચાર્ય વિદ્યાર્થિનીઓને પોતાના રૂમમાં બોલાવીને અડપલાં કરતો હતો. વિદ્યાર્થિનીઓ જ્યારે બીમાર હોય છે, ત્યારે તેમની પ્રાથમિક સારવાર માટે જે દવા જરૂરી હોય છે, તે આચાર્યના રૂમમાં મૂકવામાં આવેલી હતી. જેનો આચાર્ય વિદ્યાર્થિનીઓનો અડપલાં કરીને ફાયદો ઉઠાવતો હતો.

આ સાથે જ રૂમમાં આચાર્યના આંતરવસ્ત્રો જેમ તેમ પડ્યા હતા. આચાર્યના રૂમમાં સતત વિદ્યાર્થિનીઓની અવરજવર હોવા છતાં પણ આચાર્યના આંતરવસ્ત્રો નજર સામે જ ફરે તે રીતે મૂકવામાં આવેલા હતા. આગળ નજર કરતાં આ નરાધમ આચાર્યના રૂમમાં જમીન પર બનાવેલું એક મંદિર પણ ખૂણામાં મળી આવ્યું હતું. એક કબાટની અને દિવાલની વચ્ચેની એક ખાલી જગ્યામાં મંદિર બનાવેલું હતું. જેમાં ભગવાનનો ઢગલો કરી દેવામાં આવ્યો હોય તેવું એક દૃશ્ય હતું.

આ આચાર્યના રૂમમાં શરબત બનાવવા, દવા લેવા, કપડાં ધોવાના બહાને અથવા કપડાં સૂકવવાના બહાને વિદ્યાર્થિનીઓને બોલાવવામાં આવતી હતી. આ પ્રિન્સિપાલના રૂમની પાછળ એક રસોડું પણ છે અને આ રસોડામાં એક દરવાજો પણ છે જે પાછળની સાઈડ બનાવવામાં આવેલી ઓરડીમાં જાય છે. ત્યાં ઘરઘંટી મૂકીને લોટ દળવામાં આવે છે. આ જગ્યાએ એવી છે કે જેના પર કોઈની નજર ન પડે. આ ઓરડીમાંથી આશ્રમશાળાની પાછળ જવા માટેનો એક બીજો એક દરવાજો હતો.

પ્રિન્સિપાલના રૂમની પાછળ આવેલી ઓરડીની પાછળ વોશરૂમ અને બાથરૂમ પણ હતા. જ્યાં વિદ્યાર્થિનીઓ પાસે કપડાં ધોવડાવવાનું પણ કામ કરાવવામાં આવતું હતું. આ દરમિયાન પણ આચાર્ય વિદ્યાર્થિનીઓ સાથે એકલતાનો લાભ લઈને તેમની સાથે અધમ કૃત્ય કરતો હોવાની આશંકા છે. આ જગ્યા એવી છે કે, જ્યાં વિદ્યાર્થિની અને આચાર્ય સિવાય બીજું કોઈ પણ ન આવે અને ત્યાં તેને જે અધમ કૃત્ય કરવું હોય તે કરી શકે તેવી જગ્યા છે.

આશ્રમ શાળાના નિયમ મુજબ શૈક્ષણિક સ્ટાફ જે પણ હોય છે, તે આશ્રમશાળામાં જ રહે છે. શાળાના આચાર્ય અને શિક્ષકો પણ નરેણ આશ્રમ શાળામાં જ રહેતા હતા. દરેક સ્ટાફ મેમ્બર્સને પોતાના રૂમ ફાળવવામાં આવ્યા હતા. એવી જ રીતે આચાર્યને પણ એ ગ્રુપ ફાળવવામાં આવ્યો હતો, જે રૂમ ઉપર મમતા લખેલું હતું.

સ્થાનિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે કરેલી વાતચીત મુજબ જાણવા મળ્યું હતું કે, આચાર્ય આશ્રમ શાળામાં એકલો જ રહેતો હતો. તેના પરિવારના કોઈપણ સભ્યો અહીં રહેતા ન હોવાને કારણે તે સપ્તાહમાં કે મહિનામાં એકથી બે વખત પોતાના વતન નવસારી ખાતે જતો હતો. રૂમમાં એકલા રહેતા હોવાને કારણે તે રૂમમાં શું કરતા હતા, તે અંગે તેમના સિવાય બીજા કોઈને માહિતી હતી નહીં. મહત્વની બાબતે છે કે, શિક્ષકો આચાર્યના રૂમમાં જતા હોવાનું વધુ જાણવા મળ્યું નથી, પરંતુ વિદ્યાર્થિનીઓ અને વારંવાર રોજ દિવસ દરમિયાન અને સાંજના સમયે પણ નાના-મોટા કામ માટે આચાર્ય પોતાનું રૂમમાં બોલાવી લેતા હતા.

વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં થતાં હોવાની ચર્ચા આશ્રમ શાળામાં ધીરેધીરે શરૂ થઈ ગઈ હતી. શાળાની અંદર કોઈ વધુ જૂનો સ્ટાફ નથી, અત્યારે જે શિક્ષકો છે, તે પણ બે વર્ષથી લઈને છ મહિના જેટલા સમયથી જ અહીં ફરજ બજાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો હોવાનું પણ માલૂમ પડ્યું છે. આશ્રમ શાળામાં ચાલતું આ કૃત્ય અંગેની આદિજાતે વિકાસ અધિકારી ગાંધીનગર ખાતે વાત પહોંચાડવામાં આવી હતી. આશ્રમ શાળામાંથી જ આ વાત ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યું હોવાનું પણ ચર્ચા રહ્યું છે.

આશ્રમ શાળાના સ્ટાફ થકી વાત બહાર ગઈ હતી અને તેમના થકી રાજ્યના શિક્ષણ વિભાગ સુધી ગંભીર બાબત હોવાથી તમામ વિગતો સાથે પહોંચાડવામાં આવી હોવાની ચર્ચા છે. બાબતની ગંભીરતાને જોતા તાત્કાલિક અધિકારી નરેણ આશ્રમ શાળા ખાતે પહોંચ્યા હતા. મહિલા અધિકારીને આશ્રમ શાળામાં જે પણ ઘટના બની રહી હતી, ત્યાં અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થિની આચાર્યનો ભોગ બની હતી, તે વિદ્યાર્થિનીઓએ પણ માંડીને વાત મહિલા અધિકારી સમક્ષ રજૂ કરી હતી. સ્થાનિક સ્ટાફ દ્વારા સમગ્ર કાંડ અંગે હામી ભરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચા રહ્યું છે. જોકે, આ અંગે વધુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ મહિલા અધિકારી સમક્ષ શારીરિક અડપલાં બાબતની તમામ વિગતો રજૂ કરી દેવામાં આવી હતી અને તેના આધારે આચાર્ય સામે ફરિયાદ નોંધાય છે.

સરકાર અંતરિયાળ ગામડાઓની અંદર આશ્રમ શાળા બનાવીને ગરીબ અને ગામડાના છોકરાઓને સારો શિક્ષણ મળી રહે તેના માટે વ્યવસ્થા કરે છે. મસમોટા પગાર આપીને શિક્ષકોની નિમણૂક કરે છે. ગુરુ-શિષ્યની પરંપરાની અનેક સારા ઉદાહરણો જોવા મળતા હોય છે, પરંતુ કેટલાક માનસિક વિકૃત શિક્ષકો પોતાના જ બાળકો સમાન વિદ્યાર્થિનીઓ સાથે પોતાની વાસનાને શાંત કરવાનું સાધન બનાવી દેતા હોય છે. ગુરુના સન્માનને ઠેસ પહોંચાડતી ઘટના સુરત જિલ્લામાં સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

નરેણ આશ્રમ શાળામાં ધોરણ 7 અને 8ની વિદ્યાર્થિનીઓની આચાર્યે છેડતી કરી હતી. આ કેસમાં આરોપી આચાર્ય વિરુદ્ધ પોક્સો અને ટોર્ચર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. નરેણ આશ્રમ શાળામાં કુલ 177 વિદ્યાર્થી છે. જેમાંથી 80 વિદ્યાર્થિનીઓ છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિન્સિપાલે મોટાભાગની વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી હતી. પોલીસે પીડિતા તરીકે ચાર વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળાના ફરજ બજાવતો હતો. છેલ્લા એક વર્ષથી આચાર્ય તરીકે ફરજ પર હતો. જેથી પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનું કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાથી પોલીસને શંકા છે.

પોલીસને આ અંગે જાણ થતા તાત્કાલિક જે બાળકીઓએ આચાર્ય દ્વારા છેડતી કરવામાં આવી હોય તેમના નિવેદન લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 35 વિદ્યાર્થિનીઓના પોલીસ દ્વારા નિવેદન નોંધી લેવામાં આવ્યા છે. આ નિવેદનના આધારે પોલીસે વિદ્યાર્થીઓનીઓના મેડિકલ પરીક્ષણ પણ કરાવવાનું ચાલુ કરી દીધું હતું. અત્યાર સુધીમાં છ જેટલી વિદ્યાર્થિનીઓના મેડિકલ પરીક્ષણ થયા છે. જેમાં એક 13 વર્ષની વિદ્યાર્થિનીના પ્રાઇવેટ પાર્ક પર નિશાન પર મળી આવ્યા હોવાની આશંકા છે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓની છેડતી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. જોકે હાલ આ આખો મામલો વિદ્યાર્થિનીઓની હિંમતના કારણે બહાર આવ્યો છે. મેડિકલ પરીક્ષણમાં એક વિદ્યાર્થિનીના પ્રાઇવેટ પાર્ટ પર નિશાન પણ મળ્યા છે. જેથી હવે પોલીસ દ્વારા રિમાન્ડના ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવશે અને આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે. હજુ પણ જે વિદ્યાર્થિનીઓ છે, તેમના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.