ગુનો@મોરબી: સ્ટેશન રોડ પર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

 રૂ ૧૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે
 
ગુનો@મોરબી: સ્ટેશન રોડ પર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 ઉતરાયણ પર્વને ધ્યાને લઈને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચાઇનીઝ દોરી, તુક્કલના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જે અંગે જાહેરનામું પ્રસિદ્ધ હોવા છતાં સ્ટેશન રોડ પર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આશાપુરા સીઝન સ્ટોલ દુકાન બહાર એક ઇસમ પતંગ અને દોરીનો સ્ટોલ નાખી બેઠો હોય.  જે દુકાનના સ્ટોલમાં ચેક કરતા ચાઇનીઝ દોરીના ફિરકા નંગ ૦૩ મળી આવ્યા હતા. ઉતરાયણ પર્વને પગલે જીલ્લા મેજીસ્ટ્રેટનું ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાણ પર પ્રતિબંધ અંગે જાહેરનામું અમલી હોવા છતાં ચાઇનીઝ દોરીના ફિરકાનું વેચાણ કરાતું હોય.

જેથી પોલીસે દુકાનમાં હાજર જીતેન્દ્રભાઈ લક્ષ્‍મણભાઈ દેવડા (ઉ.વ.૫૩) રહે સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળા વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ત્રણ ફિરકા કીમત રૂ ૧૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે.