ગુનો@રાજકોટ: નશાખોર સામે પોલીસની લાલ આંખ કરી અને 16 સામે ગુનો નોંધ્યો

છરી સાથે રોફ જમાવતા ત્રણને દબોચી પોલીસે દબોચ્યા
 
ક્રાઈમ@વાંકાનેર: મંદીર પાસે જુગાર રમતા ૭ ઇસમોને પોલીસે પકડ્યા અને કાર્યવાહી હાથ ધરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

થર્ટી ફર્સ્ટ પહેલાં દારૂના નશામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતાં નશાખોર સામે શહેર પોલીસ હરકતમાં આવી છે અને શહેરભરમાં કોમ્બીન્ગ હાથ ધરી હતી. જેમાં મવડી, નાનામવા સર્કલ, કોટેચા ચોક, છોટુનગર, સદર બઝાર, સિંધી કોલોની, રૈયાધાર, યુનિવર્સિટી રોડ, કટારીયા ચોકડી, કોઠારીયા રોડ પરથી દારૂના નશામાં વાહન હંકાવી નીકળેલા 16 શખ્સોને પોલીસે પકડી ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુના નોંધી કર્યાવહી કરી હતી.

થર્ટી ફર્સ્ટ પહેલાં ક્રિસમસ પર દારૂડિયા નશામાં વાહનો લઈ નીકળે તો તેનો નશો ઉતારવા માટે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એડી. પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીએ આપેલ સૂચનાથી અલગ-અલગ પોલીસ મથકની ટીમ ગ્રાઉન્ડ પર ઉતરી હતી અને નસાખોર શખ્સોને વીણી-વિણીને પકડ્યા હતાં. જેમાં માલવીયાનગર પોલીસની ટીમે મવડીમાં આવેલ અમરનગર શેરી નં.1 માં જાહેરમાંથી કેતન પ્રવિણ રાજાણી (રહે. પુનિતનગર સોસાયટી શેરી નં.12), નાના મવા સર્કલ પાસેથી મનોજ શ્રીપત ચોરસિયા (રહે. કિશન પાર્ક મેઈન રોડ), ખોડિયારનગર મેઈન રોડ પર શાકમાર્કેટ પાસેથી સાહિલ ઇકબાલ લિંગડીયા દારૂ પી નીકળતાં પકડી લીધા હતાં. જ્યારે ગાંધીગ્રામ પોલીસે છોટુનગર મફતિયાપરા કોમ્યુનિટી હોલ પાસેથી હરીશ ભરત વાઘેલા (રહે. ઠક્કરબાપા હરિજનવાસ શેરી. નં.7) અને કાના સોમા ઝાલા (રહે. અમરજીતનગર શેરી નં.2) ને પકડ્યા હતાં.

જ્યારે પ્ર.નગર પોલીસે કિટીપરા ગાયકવાડી શેરીમાંથી રાજેશ નરસિંહ બાબરીયા (રહે. સલ્મ કવાર્ટર કબ્રસ્તાનની સામે, જામનગર રોડ), નિખિલ કાંતિભાઈ કોસિયા (રહે. શિવાલય ચોક,રેલનગર) ને દબોચી લીધાં હતાં. જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકે રૈયાધાર પાસેથી શૈલેષ રમેશ પરમાર (રહે. બજરંગવાડી શેરી નં.3), તાલુકા પોલીસે કટારીયા ચોકડી પાસેથી દિલીપ કાંતિ મજેડીયા (રહે. ભળીયાદ રોડ મોરબી), એ. ડિવિઝન પોલીસે વિજય પ્લોટ શેરી નં.2 માંથી પરેશ અશોક કૂકાવા (રહે.વિજયપ્લોટ શેરી), આજીડેમ પોલીસે સ્વાતિપાર્કના બગીચા પાસેથી રાજુ ભીમજી બાવળિયા (રહે. કુવાડવા રોડ) અને દિલીપ માવજી ચાવડા (રહે. કોઠારીયા), માનકુ ઉર્ફે ભુપત લખુ ખુમાણ (રહે. અરડોઈ, કોટડાસાંગાણી), સંતોષીનગર રેલવે ફાટક પાસેથી જેસા ગાંડુ સીતાપરા (રહે. સંતોષીનગર) અને યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસેથી રાજેશગીરી ઇશ્વરગીરી ગોસ્વામીને દબોચી લીધો હતો.

છરી સાથે રોફ જમાવતા ત્રણને દબોચી પોલીસે દબોચ્યા
શહેર પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવરની સાથે-સાથે ત્રણ શખ્સોને છરી સાતે રૌફ જમાવતાં દબોચી લીધા હતા.જેમાં ખોડીયારનગર શાકમાર્કેટ પાસેથી સાહીલ ઈકબાલ લિંગડીયા (રહે.ખોડીયારનગર શેરી નં.14) કોટેચા ચોક પાસેથી મહીપત વલ્કુ બસીયા (રહે.રાજનગર આવાસ યોજના) અને સીંધી કોલોની મેઈન રોડ શાકમાર્કેટ પાસેથી નિખીલ કાંતી કોરડીયા (રહે.રેલનગર)ને દબરી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.