ગુનો@રાજકોટ: બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર

 ચાર તસ્કરો નજરે પડ્યા હતાં.
 
ગુનો@રાજકોટ: વૃધ્ધાના મકાનમાં તસ્કરો ત્રાટકયા અને  રૂ.2.74  લાખની ચોરી આચરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અવધપાર્કમાં સોમેશ્ર્વર મંદિર પાછળ આવેલા બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દાગીના અને રોકડ મળી રૂ।0 હજારનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ જતાં યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. ચોરીનો બનાવ સીસીટીવમાં કેદ થયો હતો અને ચાર તસ્કરો નજરે પડ્યા હતાં.

બનાવ અંગે અવધપાર્કમાં સોમેશ્વર મંદિર પાછળ રહેતાં ઘનશ્યામભાઈ અમૃતભાઈ સોનીગરા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મિસ્ત્રીકામ કરે છે અને તેના પત્નિ છેલ્લા એકાદ મહીનાથી તેમના મૂળ વતન અમરેલીના નવા વાધણીયા ગામે ગયેલ છે.  તેઓ પણ ગઈ તા. 22/02/2024 ના વતન નવાવાધણીયા ગયેલ હતો. તેમનો નાનો ભાઇ ગોપાલ ઘરે હતો જે તા. 24/02 ના સાંજના સાતેક વાગ્યાની આસપાસ ઘર બંધ કરી નવાવાધણીયા આવેલ હતો. બાદમાં ગઈકાલે સવારના ઘરની બાજુમા રહેતાં કુટુંબીક કાકા રાકેશભાઈ સોનીગરાનો ફોન આવેલ કે, હું સવારના ઘરની બહાર નીકળો

ત્યારે તારા ઘરનો દરવાજો ખુલ્લો જોતા ત્યા ગયેલ અને જોયુ તો તારા ઘરના મેઇન દરવાજાનો નકુચો કોઈએ તોડેલ છે અને દરવાજો ખુલ્લો છે તેવી વાત કરતા તેઓને ઘરની અંદર નુકશાન તો નથી થયુને? તે જોવાનું કહેતાં તેઓએ ઘરની અંદર બેડરૂમમાં રહેલ કબાટમાથી વસ્તુ વેરવીખેર પડેલ હતી.

જેથી તેઓ ગઈ રાત્રીના ઘરે પરત આવીને જોયુ તો ઘરનો મેઇન દરવાજાનો નકુચો કોઇએ તોડેલ હતો અને અંદર તપાસ કરતાં બેડરૂમમા રહેલ લોખંડનો કબાટમાંથી વસ્તુ વેરવીખેર કરેલ હતી.  કબાટના ડોરની ઉપર રાખેલ ચાવી વડે અજાણ્યાં શખ્સે તેમાં રહેલા સોનાની ચેઇન પેન્ડલ 12 ગ્રામનુ રૂ।.50 હજાર અને તેમાં રાખેલ રોકડ રૂ।.20 હજાર જોવા ન મળતાં કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં ઘુસી રોકડ અને દાગીના મળી કુલ રૂ।.70 હજારનો મુદ્દામાલ ચોરી નાસી છૂટ્યો હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી પીએસઆઇ વિ.એન.બોદર અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં.