ગુનો@અરવલ્લી: માલપુરમાં 29 લાખની મત્તાની ચોરીની ઘટના સામે આવી, જાણો વિગતે

 બનાવને લઈ લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. 

 
ચકચાર@ગોઝારીયા: લોકડાઉનમાં તસ્કરો બેફામ, 2.94 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઠંડી સાથે જ બોર્ડરના જિલ્લાઓમાં તસ્કરોએ ચોરીના બનાવોને અંજામ આપતા લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ધારાસભ્યના ઘરને પણ તસ્કરો નિશાન બનાવી ચૂક્યા છે. હવે માલપુર તાલુકામાં ચોરીની મોટી ઘટના નોંધાઈ છે. માલપુરના મંગલપુર ગામે તસ્કરોએ ત્રાટકીને 29.5 લાખ રુપિયાની મત્તાની ચોરી આચરી છે.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો પણ સ્થળ પર પહોંચીને તસ્કરોને ઝડપવા માટે કાર્યવાહી શરુ કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પણ લગ્ન માટે તૈયારીઓ કરી ચુકેલા ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યાની ઘટના નોંધાઈ છે. જ્યાં તસ્કરોએ પાંચ લાખ રુપિયાની રોકડ અને સોનાના સેટની મળીને 6.76 લાખની ચોરી આચરી છે.