ગુનો@ભાવનગર: ટ્રેનમાંથી કોમ્પ્યુટરના ધંધાર્થીના ફોન અને રોકડની ચોરી, જાણો વિગતે

આરોપી ચોરી કરી નાસી છુટયાની ફરિયાદ નોંધાવી હતી
 
ચકચાર@ગોઝારીયા: લોકડાઉનમાં તસ્કરો બેફામ, 2.94 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાવનગર-ઓખા ટ્રેનમાંથી જામનગરના કોમ્પ્યુટરના ધંધાર્થીના ફોન અને રોકડની અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ જતા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે જામનગરમાં દેવબાગ સુકૃત એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ અરવિંદભાઈ મહેતા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કોમ્પ્યુટરનો ધંધો કરે છે અને ગઈ તા.7ના સોનગઢ રેલ્વે સ્ટેશનથી જામનગર આવવા માટે તેમના પત્ની સાથે ભાવનગર-ઓખા લોકલ ટ્રેનમાં જનરલ કોચમાં મુસાફરી કરતા હતા.

ત્યારે તેઓને ઉંઘ આવતી હોવાથી પોતાનું પર્સ સીટ પર રાખી સુઈ ગયેલ હતા.

બાદમાં બીજા દિવસે જોયેલ તો સીટ પર રાખેલ પર્સ જેમાં એક મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 10 હજાર રાખેલ હતા તે જોવા મળેલ નહી. જેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છુટયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે રેલ્વે પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.