ગુનો@સુરેન્દ્રનગર: રહેણાંક મકાનમાંથી સોના-ચાંદી- રોકડ રકમ સહિતની રૂા.10 લાખની ચોરી

 ધ્રાંગધ્રા શહેરમાં દિનપ્રતિદિન ચોરી અને ક્રાઈમની ઘટનાઓ
 
ગુનો@સુરેન્દ્રનગર: રહેણાંક મકાનમાંથી  સોના-ચાંદી- રોકડ રકમ સહિતની રૂા.10 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતા જ હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધા શહેર જાણે ક્રાઈમનું હબ બન્યું હોય તેવુ દેખાય રહ્યું છે.  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાતી દેખાતી આવે છે.  ત્યારે ધ્રાગધા શહેરમા છેલ્લા 1 મહિનામાં અનેક ચોરી થઈ હોવાની ઘટનાઓ બની છે.

ત્યારે ગત રાત્રીએ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ધ્રાંગધ્રા શહેરના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા મહેબુબભાઇ હુસેનભાઈ મમાણીના રહેણાંક મકાનમાં સોના ચાંદી રોકડ રકમ સહિત અંદાજિત દસ લાખથી વધુની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરીને નાસી છૂટ્યા હતા. ત્યારે મકાન માલિક દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને તપાસના દોર શરૂ કર્યા છે.  ત્યારે આવી ઘટનાઓ પોલીસ માટે પણ પડકાર સાબીત થય છે.  ધ્રાંગધ્રા શહેરમાં દિનપ્રતિદિન ચોરી અને ક્રાઈમની ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલો સેવાઈ રહ્યા છે.