ગુનો@રાજકોટ: કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલ 2 બાઈકની ડેકીમાંથી રૂા.32 હજારની રોકડની ચોરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક પાસેના કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલ બે બાઈકની ડેકીમાંથી રોકડ રૂા.32 હજારની ચોરી કરી બે ગઠીયાઓ બિન્દાસ્ત ફરાર થઈ ગયા હતા.
ઘટના સીસીટીવીમાં કેદ થતા વિડીયો વાઈરલ થયો હતો.
પ્રનગર પોલીસ હરકતમાં આવી બે અલગ અલગ ગુન્હા દાખલ કરી સીસીટીવીમાં દેખાતા તસ્કરોની શોધખોળ આદરી હતી.બનાવ અંગે નવલનગર સોસાયટી શેરી નં.3માં રહેતા ચિરાગ જયસુખભાઈ ધગડા (ઉ.27) એ મોટી ટાંકી ચોક નજીક આવેલ પ્રતિભા કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલ પોતાનું એકસેસ નંબર જી.જે.11 બી.એમ. 9625ની ડેકીમાં રોકડા રૂપિયા પાંચ હજાર રાખેલા હતા જે ગઈકાલે પાર્ક કરેલ બાઈકમાંથી અજાણ્યા શખ્સો પાંચ હજાર રૂપિયાની ચોરી કરી નાસી છુટયા હતા. જયારે નાનામૌવા સર્કલ પાસે આરએમસીના કવાર્ટરમાં રહેતા સોહિલ ગુલાબભાઈ અબડા એ પણ ગઈકાલે પ્રતિભા કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં પોતાનું બાઈક નંબર જી.જે.03 એમડી 0004 પાર્ક કરેલ હતું. બાઈકની ડેકીમાં રાખેલ રૂપિયા 27 હજાર રોકડની કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી નાસી છુટયાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેના સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતા. બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના પીઆઈ મેહુલ ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ બી.એમ.ચુડાસમા, એ.એસ.આઈ. ચેતન ચાવડા સહિતના સ્ટાફે તસ્કરોની શોધખોળ આદરી હતી.