ગુનો@વાંકાનેર: રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખીને રોકડ રકમની ચોરી કરી
વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે
Feb 29, 2024, 12:01 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા જ હોય છે. વાંકાનેરના ગોકુલનગરમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખીને રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના ગોકુલનગરમાં રહેતા રવિભાઈ બળવંતભાઈ ચૌહાણે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સવાર સુધીમાં કોઈ અજાણ્યા ઇસમે તેના ઘરમાં પ્રવેશ કરી મેઈન દરવાજાનો નકુચો તોડી તિજોરીનું તાળું તોડી તિજોરીમાં રાખેલ રવિભાઈના ધંધાના વેપારના રૂપિયા ૧,૮૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી એસ આઈ ડી વી કાનાણી ચાલવી રહ્યા છે.