ગુનો@વડોદરા: ભાજપના ધારાસભ્યના ભાઈની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો, વેપારીને ઢોરમાર માર્યો

માર માર્યો હોવાનો આરોપ લાગ્યો 
 
 ગુનો@વડોદરા: ભાજપના ધારાસભ્યના ભાઈની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો,  વેપારીને ઢોરમાર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મારા-મારીની ઘટનાઓ સામે આવતી હોય છે.  વડોદરામાં ભાજપના ધારાસભ્યના ભાઈની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે પાદરાના ધારાસભ્ય MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઈએ જ્વેલર્સ વેપારીને સમાધાન માટે બોલાવીને માર માર્યો છે. આ મામલે ધારાસભ્યએ નિવેદન આપ્યું છે કે, ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ.

વડોદરાના પાદરાથી MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ મયુરસિંહ ઝાલાએ એક વેપારી વિવેક સોનીને સમાધાન માટે બોલાવ્યો હતો અને બાદમાં વેપારી તથા તેના 3 કારીગરોને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે.

ઘટનામાં ઈજાગ્રસ્ત વિવેક સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે SSG હોસ્પિટલ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી.

આ મામલે ધારાસભ્યએ કહ્યું કે, વિવેક સોનીએ પાદરામાં ડોન હોવાનો રુઆબ મારે છે. ગત 5 તારીખે તેણે અનેક લોકોને ફોન કરીને ગાળો આપીને ધમકી આપી હતી અને મારા ભાઈને પણ ફોન કર્યો હતો. વિવેક સોનીએ રાત્રે 25 ફોન કરીને અપશબ્દો કહ્યા જેથી બીજા દિવસે સવારે ફરિયાદનું કહેતા સમાધાનની વાત કરી હતી. તેણે અગાઉ પણ આમ કરીને સમાધાન કર્યું હતું. મારા ભાઈની સંડોવણી જણાશે તો અમે કાયદાથી બંધાયેલા છીએ.