ક્રાઈમ@વાંકાનેર: પ્રેમ સંબંધનો ખાર રાખી પરિણીતાના પતિ સહિતના ચાર શખ્સોએ પ્રેમીને માર માર્યો

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
ક્રાઈમ@વાંકાનેર: પ્રેમ સંબંધનો ખાર રાખી પરિણીતાના પતિ સહિતના ચાર શખ્સોએ પ્રેમીને માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

વાંકાનેરના કેરાળા ગામે રેહતા રફિકભાઈ ઈબ્રાહીમભાઇ શેખે પરણીતાના બનેવી આરોપી જૈમીન, પરણીતાના પતિ આરોપી ભાવેશ પ્રજાપતિ અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રફીકભાઈ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને ઇકો કાર  ભાડા પેટે ચલાવે છે.૬ મહિનાથી રફિકભાઈને તેમના એક પેસેન્જર ભૂમિકાબેન ભાવેશભાઈ પ્રજાપતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભૂમિકાબેન ૬ મહિનાથી રફિકભાઈની ઇકોમાં વાંકાનેરથી રાજકોટ સુધી આવતા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગરતા ભૂમિકાબેન સાથે વાતચીત કરવા માટે ખાસ રફિકભાઈએ પોતાનું એક સીમકાર્ડ પણ આપ્યું હતું. જેના દ્વારા જ બંને વચ્ચે વાતચીત થતી હતી.

ગત તારીખ ૨૫ના રોજ ભૂમિકાબેને રફિકભાઈને ફોન કરીને એવું જણાવ્યું હતું કે, હું રાજકોટના ડીલક્ષ ચોક રાજકોટ પાસે ઊભી છું ત્યાંથી મને લઈ જાવ.જેથી રફિકભાઈ પોતાની ઇકોમાં રાજકોટના ડીલક્ષ ચોક ખાતે ગયા હતા. જ્યાં ભૂમિકાબેન અને તેમની દીકરી ને પોતાની ઇકો કારમાં બેસાડી વાંકાનેર તરફ આવવા માટે નીકળ્યા હતા. સાંજના સમયે અમરસર ફાટક પહેલા દૂધની ડેરી સામે રાજકોટ રોડ પર અમરસર ગામની સીમમાં રફિકભાઈની ઇકો પસાર થઈ રહી હતી. એ સમયે એક કાળા રંગની કાર ઈકોને ઓવરટેક કરીને રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ હતી અને કારમાંથી ત્રણ શખ્સો ઉતર્યા હતા. એ સમયે ભૂમિકાબેન એવું જણાવ્યું હતું કે આ ત્રણ શખ્સો પૈકી એક તેમના બનેવી જૈમીન ભાઈ છે.

આરોપી જૈમીને રફિકભાઈ ને ઈશારો કરીને બોલાવ્યા હતા પરંતુ રફીક ભાઈ ત્યાં ન જતા આરોપી જૈમીન અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો ઇકો પાસે આવ્યા હતા અને ઇકો માંથી ચાવી કાઢીને રફિકભાઈને નીચે ઉતારી દીધા હતા અને ત્રણેય આરોપીઓ તેમને રોડની સાઈડમાં લઈ ગયા હતા. જ્યાં તેમને મોઢાના ભાગે ટીકાપાટુનો ઢોર માર્યો હતો અને ત્રણેય આરોપીઓએ પોતાની કારમાંથી લાકડાના ઢોકા કાઢીને રસિકભાઈને લાકડાના ધોકા માર્યા હતા. જેમાં ડાબા પગના સાથળના ભાગે અને વાસાના ભાગે રસિકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત માથાના ભાગે પંચ માર્યા હતા. એ સમયે આરોપીએ હાથમાં પહેરેલ કડુ રફિકભાઈના માથા પર જમણી બાજુ વાગી જતા માથા પરથી લોહી નીકળવા લાગ્યું હતું. આ મારામારી દરમ્યાન ભૂમિકાબેનના પતિ આરોપી ભાવેશ ત્યાં પોતાનું મોટર સાયકલ લઈને પહોંચ્યા હતા. તેણે રફિકભાઈને તમાચા માર્યા હતા અને લાકડાનો ધોકો લઈ રસિકભાઈને જમણા સાથેના ભાગે મારમાર્યો હતો.

ભાવેશભાઈએ આટલેથી ન અટકતા રફીકભાઈ ને કમરપટ્ટા તથા ચંપલ વતી મોઢાના ભાગે માર્યો હતો અને બંને આંખ પર માર મારી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા અને ઇકો કારને રોડની સાઈડમાં ઉતારી ત્યાં રફિકભાઈને પછાડી ચારેય આરોપીઓ ભૂમિકાબેન અને તેમની દીકરીને કાળા રંગની કારમાં બેસાડીને વાંકાનેર તરફ જતા રહ્યા હતા.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે