ગુનો@વાંકાનેર: પશુ પર જવ્વ્લંતશીલ પ્રવાહી ફેંકનાર 2 વિરુદ્ધ ગુનો નોંધાયો, જાણો વિગતે

ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 
ગુનો@વાંકાનેર: પશુ પર જવ્વ્લંતશીલ પ્રવાહી ફેંકનાર 2 વિરુદ્ધ ગુનો નોંધાયો, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 ખીજડીયા ગામમાં બે ઇસમોએ એક પશુ ખુંટીયાની પાછળના ભાગ પર જવ્વ્લંતશીલ પ્રવાહી નાખી ખુંટીયાને ઈજા પહોંચાડી હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ખીજડીયા રાજ ગામના વતની જીવણદાસ વીરદાસ મકવાણાએ આરોપી ઈલમુદીન ઈબ્રાહીમ વકાલીયા અને ઈસ્માઈલ જલાલ શેરશીયા રહે બંને ખીજડીયા તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત તા.

૦૮ ના રોજ સાંજના સાડા આઠેક વાગ્યે ફરિયાદી જીવણદાસ જમીને ગામમાં આવેલ રોડ પર ફરવા નીકળ્યો હતો અને ગામમાં ખરાવાડ નાકા પાસે એક ખુંટીયાને અચાનક રાડારાડ કરતા જોવા મળ્યો હતો જ્યાં આરોપી ઈલમુદીણ ઈબ્રાહીમ વ્કાલીયા અને ઈસ્માઈલ જલાલ શેરશીયા બંને હાજર હતા અને ઈલમૂદિનના હાથમાં ડબલું હતું અને ખુંટીયો ઉછલ કુદ કરતો હતો અને રાડો પાડતો હતો.

ત્યારે ટોપલ ભરવાડ અને વિનુભાઈ સોલંકી આવી જતા બંને ઈસમો જતા રહ્યા હતા. જ્યાં ખુંટીયાની ચામડી પર જવ્વ્લંતશીલ પ્રવાહી નાખવાને લીધે ખુંટીયાને પાછળના ભાગે દાઝી ગયેલ દેખાતો હતો. જે બનાવને પગલે ગામના સભ્યો એકત્ર થયા હતા.  ખુંટીયો દાઝી ગયેલ હાલતમાં રખડતો પીડાતો ગામમાં જોવા મળ્યો હતો જેથી ચર્ચા વિચારણા કરી બનાવ મામલે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. બંને ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ પશુ ક્રુરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.