ક્રાઇમ@અમદાવાદ: યુવકે મામાની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું, જાણો સમગ્ર વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખૂબજ વધી રહ્યો છે. ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે.અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેના કૌટુબિક ભાઈએ જ લલચાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં યુવકે સગીરા સાથેના અંગત પળોના ફોટો વીડિયો લીધા હતા જે વાઇરલ કરવાની સગીરાને ધમકી આપતો હતો. જે અંગે સગીરાના પિતાને જાણ થતા ભાણિયા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સરખેજમાં રહેતા રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી છે કે તેમની 15 વર્ષની દીકરી છે. તેઓ સરખેજમાં રહેતા હતા ત્યારે તેમના નજીકમાં તેમનો કૌટુબિક ભાણિયો તેના માતા-પિતા સાથે રહેવા આવ્યો હતો. યુવક અવારનવાર રિક્ષા ચાલકના ઘરે આવતો હતો જેથી શંકા ગઈ અને તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે યુવક અને તેમની સગીર દીકરી એકબીજા સાથે વાતચીત કરે છે.જ્યારે તેમણે દીકરીને પૂછ્યું ત્યારે દીકરીએ જણાવ્યું હતું કે વર્ષ 2024માં જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેના અંગત પળોના ફોટો-વીડિયો પણ મોબાઈલમાં લીધા હતા.
જોકે જે તે સમયે પરિવારના સભ્યોએ યુવકને સમજાવીને ફોટોગ્રાફ ડિલીટ કરાવી દીધા હતા અને દીકરી સાથે વાતચીત ના કરવા જણાવ્યું હતું.1 મેના રોજ સગીરા પર ફરીથી યુવકના ફોન આવવાના શરૂ થયા હતા અને ફોટો વાઇરલ કરવાની ધમકી આપતો હતો.જેથી સગીરાએ તેના પિતાને જાણ કરી હતી.સગીરના પિતાએ આ અંગે તેમના કૌટુંબિક ભાણીયા સામે ફરિયાદ નોંધાવી છે. સરખેજ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

