ક્રાઈમ@અમદાવાદ: સાવકા પિતાએ ઘરમાં જ 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું

પોલીસ સ્થળ ઉપર પહોંચી અને આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે.
 
ક્રાઈમ@અમદાવાદ: સાવકા પિતાએ ઘરમાં જ 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સાવકા પિતાએ ઘરમાં જ 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સૂકવવા ગઈ ત્યારે પિતાએ બાળકીને પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાળકી અચાનક જ ચીસો પાડતા તેની માતા દોડી આવી હતી અને તેણે પિતા પાસેથી લઈ લીધી હતી. આ મામલે પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી અને આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, કૃષ્ણનગર વિસ્તારમાં છ વર્ષની બાળકી તેના પરિવાર સાથે રહે છે. ઘરમાં બાળકી અને તેની માતા અને સાવકા પિતા હાજર હતા, ત્યારે જોયું તેનો પતિ એટલે કે બાળકીનો સાવકો પિતા કંઢગીં હાલતમાં હતો. સાવકા પિતા બાળકી પર દુષ્કર્મ આચરતો હોવાનું જોઈ માતાએ બાળકીને પોતાની પાસે ખેંચી લીધી હતી.

આરોપી સાવકા પિતાની માનસિકતાનો અભ્યાસ હાલ તપાસમાં છે. આરોપી કૃત્ય પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. 6 વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કર્યું એટલે માનસિકતા પર સવાલો ઉભા થાય છે. આરોપી પોતે TSC ગાંધીનગર ખાતે નોકરી કરે છે. ધો. 10 અભ્યાસ બાદ મેકેનિકલ ડિપ્લોમા કર્યું છે.

અગાઉ આવી કોઈ ઘટના થઈ હોય તેવું સામે આવ્યું નથી. ફરિયાદી મહિલાના કહેવા પ્રમાણે આરોપીએ મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી. જોકે, મહિલાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેણે ના પાડતા આરોપીએ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની માતાના વર્ષ 2019માં લગ્ન થયા હતા. તેનાથી તેને એક બાળકી હતી. વર્ષ 2020માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને મહિલાએ વર્ષ 2021માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા. બીજા પતિ એટલે કે, આરોપીથી એક દીકરો પણ હતો. વાંધાજનક સ્થિતિમાં બાળકીએ બંનેને જોયા હતા.

પતિ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ કર્યું હોવાની આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી.