ક્રાઈમ@બનાસકાંઠા: કાંકરેજ વિસ્તારમાં પોલીસે દરોડો પાડતા 3 વિઘા ગાંજાનુ વાવેતર ઝડપાયું

એરંડાની ખેતી સાથે જ ગાંજાની ખેતી કરવામાં આવી 
 
ક્રાઈમ@બનાસકાંઠા: કાંકરેજ વિસ્તારમાં પોલીસે દરોડો પાડતા 3 વિઘા ગાંજાનુ વાવેતર ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ગાંજાનુ વાવેતર કરવામાં આવતુ હોવાનુ પોલીસે ઝડપી પાડ્યુ છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપને આ અંગેની બાતમી મળી હતી, જેને લઈ કાંકરેજ વિસ્તારમાં દરોડો પાડતા ત્રણ વિઘા વિસ્તારમાં ગાંજાનુ વાવેતર કરવામાં આવ્યુ હોવાનુ ઝડપાયુ છે. એરંડાની ખેતી સાથે જ ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. આમ અન્ય ખેતી વચ્ચે ગાંજાનુ વાવેતર પોલીસની નજર બચાવીને કરવામાં આવી રહ્યુ હતુ. જોકે પોલીસને આ વાતની ગંધ આવી જતા કાંકરેજના વડા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો.

એસઓજી દ્વારા ગાંજાના છોડને જપ્ત કરવામાં આવ્યા અને જેને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. ગાંજાના 1 કરોડથી વધારેની કિંમતનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. એસઓજીએ આરોપી આરોપી સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. ગાંજાની આટલી વિશાળ ખેતી કરવા માટે કોની કોની મદદ લેવામાં આવી હતી અને આ માટેના બિયારણ સહિત ક્યાંથી મેળવવામાં આવ્યુ હતુ એ પણ તપાસ શરુ કરી છે.