ક્રાઈમ@બોટાદ: અજાણ્યા 2 વ્યક્તિએ સેલ્સ કર્મચારીની આંખમાં મરચું નાંખીને રૂપિયા 3.55 લાખ લૂંટી લીધા
ઓઇલ મીલના સેલ્સ કર્મચારી પાસેથી રૂપિયાની લૂંટ થઇ
Nov 5, 2023, 10:10 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર લુંટની ઘટનાઓ સામે આવતીજ હોય છે. બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા લાખણકા-અડતાળા ગામ વચ્ચે રાત્રે લૂંટની ઘટના બની હતી. જેમાં દામોદર ઓઇલ મીલના સેલ્સ કર્મચારી પાસેથી રૂપિયાની લૂંટ થઇ હતી. સેલ્સ કર્મચારી ઓઈલના રૂપિયા લઈને ઉમરાળાથી જસદણ તરફ જતો હતો. અજાણ્યા 2 વ્યક્તિએ સેલ્સ કર્મચારીની આંખમાં મરચું નાંખીને રૂપિયા 3.55 લાખ લૂંટી લીધા. તે કર્મચારીની રાવ છે.
ભોગ બનનાર કર્મચારીનું નામ નારણ કુમાખાણીયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તેમજ DySP, LCB, SOG અને ડોગ સ્કવોડનો કાફલો પણ તપાસમાં જોડાયો હતા.