ક્રાઈમ@ગુજરાત: 13 વર્ષના વિદ્યાર્થીની ગળુ કાપી હત્યા

પહેલો ફોન રીસીવ થયો અને પછીનો ફોન સ્વિચઓફ આવ્યો
 
ધાનેરાઃયુવકનું ગળુ રહેંશી હત્યા કરાઈ, શહેરમાં ડરનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આખી રાત શોધખોળ કર્યાં બાદ સવારે જહાંગીર મીલની ઝાડી-ઝાંખરાવાળી પડતર જગ્યામાંથી લાશ મળી: અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધાયો

ભાવનગર: શહેરના સરિતા સોસાયટીમાં રહેતા શશીકાંતભાઇ વાઢૈયાના ૧૩ વર્ષના ધો.૯માં અભ્યાસ કરતો દિકરો પલ ગઇકાલે રાત્રે હમણા પાછો આવું છું કહીને ગયા બાદ રાત્રે ૧૦ વાગે તેની પાસેના ફોનમાં ભાઇબંધ સાથે નાસ્તો કરતો હોવાનું જણાવ્યું અને પછી ફોન સ્વીચઓફ આવતા રાતભર પરિવારે શોધખોળ કરી હતી.

જ્યારે આજે સવારે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે જહાંગીર મીલની ઝાડી-ઝાંખરાવાળી પડતર જગ્યામાં ગળે ઘા મારી હત્યા કરેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા અરેરાટી સાથે આઘાત છવાઇ ગયો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ શહેરના ગઢેચી વડલા સરિતા સોસા. શેરી નં.૪માં રહેતા શશીકાંતભાઇ હરગોવિંદભાઇ વાઢૈયા જેઓ વરતેજ ઇંટુની ભઠ્ઠીમાં ઇંટ વેચાણનું કામ કરતા હોય જેનો દિકરો પલ ધો.૯માં શાસ્ત્રીનગર દોલત અનંત વળીયા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે રાત્રે પિતાએ પલને ઘરે ન જોતા તેની માતાને પુછતા જણાવ્યું હતું કે, આઠેક વાગ્યાની આસપાસ હુ હમણા પાછો આવું છુ તેમ કહી ઘરનો ફોન લઇને તે નિકળ્યો હતો. જ્યારે રાત્રીના ૧૦ થતા અને ઘરે પરત નહીં આવતા તેની મોટી બહેને મોબાઇલ ફોન કરતા પોતે ભાઇબંધ સાથે જ્વેલ્સ સર્કલ પાસે નાસ્તો કરૂ છું હમણા આવી જઇશ તેમ જણાવ્યું હતું. જેનો અડધો કલાક બાદ પણ પરત નહીં આવતા ફરી ફોન કર્યો હતો. જ્યારે મોબાઇલ સ્વીચઓફ આવ્યો હતો અને સમગ્ર પરિવાર ઘેરી ચિંતામાં ડુબી જઇ પલની શોધખોળ કરવા લાગ્યા હતા અને જે જગ્યાએ તે મળી આવે તેવી જગ્યાની અને મિત્રોમાં પણ તપાસ કરી હતી પણ કોઇ પતો નહીં લાગતા રાત્રીના ૧ વાગ્યે પલ ગુમ થયો હોવાની જાણ બોરતળાવ પોલીસને કરી હતી અને આખી રાત પરિવારજનોએ શોધખોળ કરી હતી પણ પલ મળી આવેલ ન હતો. જ્યારે આજરોજ સવારે નિલમબાગ પોલીસનો ફોન આવતા એસ.ટી. સામે જહાંગીર મીલ પાસે બોલાવેલ જ્યાંથી કાળુભાઇ પોલીસવાળા માતા-પિતાને જહાંગીર મીલની ઝાડી ઝાંખરાવાળી પડતર જગ્યામાં લીલાશાપીરની દરગાહથી પૂર્વ તરફ પીપળાના ઝાડ પાસે એક છોકરાની લાશ પડી હતી જે લાશ પલની જ મળી આવી હતી. જેના ગળાના ભાગે કોઇ તિક્ષ્‍ણ હથિયારનો મોટો ઘા મારેલો જણાયો હતો અને બાજુમાં પલના ચપ્પલ તેમજ એક મોટર સાયકલની ચાવી તથા ઓપો મોબાઇલનું બોક્સ મળી આવ્યું હતું. જો કે, મળી આવેલ મોટરસાયકલની ચાવી તેના જ એક મિત્ર જે ઘરે આવતો હોય તેની ચાવી હોવાનું તેના પિતાએ ઓળખી બતાવતા પોતાના દિકરાને મારવામાં તેની ભૂમિકા હોવાની શંકા વ્યક્ત કરી હતી આમ સમગ્ર બનાવ અંગે મૃતક પલના પિતા શશીકાંતભાઇ હરગોવિંદભાઇ વાઢૈયાએ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.