ક્રાઈમ@સુરત: બોરસરાં ગામની સીમમાં 3 શખસોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

અજાણ્યા ઈસમોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. બાદમાં નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.
 
અમદાવાદ: ભાજપના યુવા મોરચાએ શ્રમજીવી મહિલા પર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રીના સમયે સગીરા તેના એક મિત્ર જોડે ઊભી હતી તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. બાદમાં નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે.

રાજ્યમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નીકળે છે. ત્યારે વડોદરાના ભાઇલીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના જિલ્લામાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ આરોપીને પકડવા માટે ડોગ સ્કોડની મદદ લેવાઇ છે. હાલ પીડિતાના પરિવારનાં નિવેદનો લેવાઈ રહ્યાં છે.

સુરતમાં સભ્ય સમાજને કલંકિત કરતી વધુ એક ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં માંગરોળ તાલુકાનાં બોરસરાં ગામમાં રહેતી સગીરા રાત્રિનાં સમયે તેના એક મિત્ર જોડે ઊભી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેનાં યુવકને ઢોર માર મારીને ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યાર બાદ સગીરાને નજીકની અવાવરૂં જગ્યા પર લઈ ગયા હતા. ત્રણ પૈકી એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું કે નહીં તે અંગે તપાસ થઈ રહી છે.