ગુનો@ગુજરાત: દુકાનનું તાળું તોડી ઇસમોએ 1.40 લાખની ચોરી કરી, પોલીસે ગુનો નોંધ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોરીના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ધનસુરાના વડાગામમાં માજુમ બ્રિજ નજીક શનિવારે મોડી રાત્રે જય બ્રહ્માણી બેટરી સર્વિસ નામની દુકાનમાં તાળું તોડી શટરો ખોલી 28 નંગ બેટરી કિં 1.40 લાખની ચોરી કરી હતી પોલીસે ગુનો નોંધ્યો હતો.
વડાગામમાં જય બ્રહ્માણી બેટરી સર્વિસ નામની દુકાનના માલિક દિલીપભાઈ સવારમાં આવી દુકાન ખોલવા જતાં તાળું ન દેખાતાં પોલીસને જાણકારી હતી. ત્યારબાદ આ વાત વાયુવેગે ફેલાતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દુકાનમાં તપાસ કરતાં ચોરો 28 નંગ બેટરી કિં. 1.40 લાખની ચોરી કરી ફરાર થઇ જતાં દિલીપભાઈ પુરુષોત્તમભાઈ પ્રજાપતિએ ધનસુરા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દુકાનનું તાળું તોડી ચોરીને અંજામ આપતાં વેપારીઓમાં ફફડાટ
વડાગામમાં જય બ્રહ્માણી બેટરી સર્વિસ નામની દુકાનના માલિક દિલીપભાઈ સવારમાં આવી દુકાન ખોલવા જતાં તાળું ન દેખાતાં પોલીસને જાણકારી હતી. ત્યારબાદ આ વાત વાયુવેગે ફેલાતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દુકાનમાં તપાસ કરતાં ચોરો 28 નંગ બેટરી કિં. 1.40 લાખની ચોરી કરી ફરાર થઇ જતાં દિલીપભાઈ પુરુષોત્તમભાઈ પ્રજાપતિએ ધનસુરા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડાગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધુમાં વધુ થાય તેવી વડાગામના વેપારીઓની માંગ છે.