ક્રાઈમ@ગુજરાત: શિક્ષકે પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું
લાલચ આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું
Jul 8, 2024, 07:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે. શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સાવરકુંડલાની એક સરકારી શાળાનાં શિક્ષકે પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું.
પરિવારને આ અંગે જાણ થતા પોતાની દીકરીને તેના મામાના ઘરે સુરત મોકલી. તેમ છતાં પણ શિક્ષકે સગીરાનો પીછો ન છોડ્યો અને ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. આ મામલેપોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.