ગુનો@ગુજરાત: આરોપીએ નર્સ સાથે અડપલાં કરી અભદ્ર માંગણી કરી

ઘટનાથી સ્ત્રીઓની સુરક્ષા સામે અનેક સવાલો
 
 કાર્યવાહી@રાજકોટ: ગુપ્ત ભાગે અડપલા કરનાર હવસખોર પર પોલીસે ગુનો નોંધી  ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેડતી, બળત્કારનાં ગુનાઓ દિવસે-દિવસે વધી રહ્યા છે. કોલકાતા દુષ્કર્મ હત્યાકેસના પડઘા હજુ શાંત નથી થયા. એવામાં હવે ગુજરાતમાં પણ કોલકાતાવાળી થતાં થતાં રહી ગઈ. ઘટના છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરની છે.

જ્યાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે સેવા આપતી એક મહિલા પર એક નરાધમે દુષ્કર્મ આચરવાના ઈરાદે મહિલા સામે પોતાનાં કપડાં ઉતારી, અડપલાં કરી અભદ્ર માંગણી કરી હતી.

પીડિતાનો આક્ષેપ છે કે, આરોપી તેને અનેક ખરાબ શબ્દો પણ બોલ્યા હતો. જો કે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ વારંવાર બની રહેલી આ પ્રકારની ઘટનાથી સ્ત્રીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.