ક્રાઈમ@જૂનાગઢ: સગીરાને આરોપીએ સોશિયલ મીડિયા થકી ફસાવી દુષ્કર્મ આચર્યું

માર મારવાની ધમકી આપી
 
રિપોર્ટ@દાહોદ: 20 વર્ષીય યુવતીનું અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યું, પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. હવશખોર નાની બાળકીઓને પણ છોડતા નથી.  જૂનાગઢની એક સગીરાને શાપુરના શખ્સે સોશિયલ મીડિયા થકી ફસાવી દુષ્કર્મ આચરી પિતાને જાણ કરી દેવાની અને માર મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ તરુણીએ કરતા પોલીસે તપાસ આદરી છે. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર શહેરમાં રહેતી એક 15.8 વર્ષની સગીરા સોશિયલ મીડિયા થકી વંથલી તાલુકાના શાપુરના ફરહાન રજાક મેમણ સાથે સંપર્કમાં આવી હતી.

બાદમાં આ શખ્સે સગીરાને ફસાવી તેણીના અગાઉના ફ્રેન્ડ સાથેના ફોટા સગીરાના પિતાને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી અવાર-નવાર જુનાગઢમાં સુરજ સિનેમાની પાછળ કચરાના ઢગલા સામે આવેલ ઓરડીમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

તેમજ આ અંગેની જાણ તરુણીના પિતાને કરી દેવાની ધમકી આપવાની સાથે તરુણીને માર મારવાની ગર્ભિત ધમકી આપી હતી. આ મતલબની ફરિયાદ મંગળવારની રાત્રે કરતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ આર. પી. વણઝારાએ ફરહાન રજાક વિરુદ્ધ કલમ 376(2)એન, 376(3), 323, 506 અને પોકસો એક્ટની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સીપીઆઈ એન. એલ. પાંડોરે આરોપીને ઝડપી લેવા સહિતની તપાસ હાથ ધરી છે.