ક્રાઈમ@નવસારી: સગીરાનું અપહરણ કરી 8 શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું, જાણો વધુ વિગતે

આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આઠેય આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
 
ક્રાઈમ@નવસારી: સગીરાનું અપહરણ કરી 8 શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર રાજ્યમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં એક સગીર પર 8 નરાધમોએ વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું. નવસારીના વાસદા તાલુકાના એક ગામમાં 17 વર્ષીય સગીરા પર 8 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. શૌચક્રિયા માટે ઘરની બહાર નીકળેલી સગીરાનું અપહરણ કરીને શખ્સો એક રૂમમાં લઇ ગયા હતા અને દુષ્કર્મ આચરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આઠેય આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાંસદા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર બુધવારે રાત્રે 17 વર્ષની સગીરા શૌચાલય માટે ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન ત્રણ યુવાનોએ તેનું મોઢું દબાવી બળજબરીથી બાઇક પર બેસાડી અપહરણ કરી ચેકડેમ પાસે લઈ ગયા હતા. ત્યાં અન્ય પાંચ શખ્સોને બોલાવવામાં આવ્યા હતા.

આ આઠેય નરાધમો સગીરાને એક પાણીની ટાંકી પાસે આવેલા રૂમમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાને મારી નાખવાની ધમકી આપી તેની લાચારીનો ફાયદો ઉઠાવી વારાફરતી તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભોગ બનનાર સગીરાની માતાએ હિંમત દાખવી વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા પોક્સો અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે નિખિલ, પિયુષ, સાહિલ, રવિન્દ્ર, આકાશ, રાહુલ અને એક સગીરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે DySP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, સગીરાના જ મિત્રોએ તેનું અપહરણ કર્યું હતું અને એની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરીને બાદમાં ઘરે મૂકી ગયા હતા. બીજા દિવસે માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિત અલગ-અલગ ટીમો બનાવીને તમામ આરોપીઓને ઝડપી લીધા છે. હાલ આગળની તપાસ ચાલુ છે.