ક્રાઈમ@પાટણ: સમીમાં ગેસ એજન્સીના ટ્રકમાંથી 12 સિલિન્ડરની ચોરી

આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.ડી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પાટણ જિલ્લાના સમીમાં વેદ ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉન બહાર પાર્ક કરેલી ટ્રકમાંથી 12 ગેસ સિલિન્ડરની ચોરી થઈ છે. અજાણ્યા ચોરો ટ્રકનું લોક તોડીને 14 કિલોના ભરેલા સિલિન્ડર લઈ ગયા હતા. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના સમીમાં ધરતી હોટલ પાસેથી જલાલાબાદ રોડ પર આવેલી વેદ ઇન્ડેન ગેસ એજન્સીના ગોડાઉન પાસે બની હતી. એજન્સીના મેનેજર હિતેષકુમાર નનુભાઈ ડોડીયા (રહે. સોનાર, તા. સમી) એ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, GJ-24-X-6201 નંબરની ટાટા ટ્રકમાં સાણંદ પ્લાન્ટથી 342 ભરેલા રાંધણગેસના સિલિન્ડર લાવવામાં આવ્યા હતા. આ ટ્રક રાત્રે લગભગ 9 વાગ્યે ગોડાઉનની બહાર પાર્ક કરવામાં આવી હતી.

બીજા દિવસે સવારે કંપનીના ડિલિવરીમેન હનુમાનરામ બિશ્નોઈએ મેનેજરને ફોન કરીને સિલિન્ડર ચોરી થયાની જાણ કરી. સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે ટ્રકના પાછળના ભાગનું લોક તોડીને અને લોખંડની એંગલ વાળીને અંદરથી 12 ભરેલા સિલિન્ડર ચોરી કરવામાં આવ્યા હતા.

ચોરી થયેલા દરેક સિલિન્ડરની કિંમત 3,500 રૂપિયા છે, જેથી કુલ 42,000 રૂપિયાના સિલિન્ડરની ચોરી થઈ છે. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં સિલિન્ડરનો કોઈ પત્તો મળ્યો નથી. આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એન.એસ.ની કલમ 305(c) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમી પોલીસે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.