ક્રાઈમ@રાજકોટ: 11 વર્ષની બાળકી સાથે 50 વર્ષના વિકૃત માનસિકતા ધરાવતા ઢગાએ શારીરિક છેડછાડ કરી

મિત્રે જ પુત્રી પર નજર બગાડી 
 
ક્રાઈમ@અમદાવાદ: રિસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને સાસરિયાઓએ જ ઉતાર્યો મોતને ઘાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાવ અંગેની વધુ વિગત અનુસાર, નાણાવટી ચોક પાસેના વિસ્તારમાં રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં આવેલા આવાસમાં રહેતા તેના મિત્ર પ્રકાશ ઉર્ફે રાજુ સુંદર ભટ્ટીનું નામ આપ્યું છે.વધુમાં ફરિયાદમાં છ દીકરીના પિતાએ જણાવ્યું કે, તે મેટોડા સ્થિત કારખાનામાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે પ્રકાશ ઉર્ફે રાજુ પણ મેટોડામાં અગરબત્તીના કારખાનામાં કામ કરતો હોવાથી બંને સાથે અપડાઉન કરીએ છે. જેને કારણે તેની સાથે પારિવારિક સંબંધો છે. દરમિયાન રવિવારે પોતે મેટોડા કામે હતા. ત્યારે મિત્રે ફોન કરી તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતું. જેથી પોતે મેટોડાથી નીકળી રાજકોટ ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચતા મિત્રે જણાવ્યું કે, તમારી 11 વર્ષની પુત્રીને અમારા આવાસમાં રહેતા પ્રકાશ ભટ્ટીએ ગત રાતે ઘરમાં લઇ જઇને શારીરિક અડપલાં કર્યાની વાત કરી હતી.

મિત્રની વાત સાંભળ્યા બાદ તુરંત ઘરે જઇ પત્નીની હાજરીમાં પુત્રીને બનાવ અંગે પૂછ્યું હતું. જેથી પુત્રીએ જણાવ્યું કે, ગઇકાલે રાતે નવ વાગ્યે આરએમસી આવાસમાં રહેતા નાનીના ઘરે જતી હતી. આવાસના ગેટ પાસે પહોંચતા પ્રકાશભાઇ મળ્યા હતા અને તેને હાલ તને ચોકલેટ આપું તેમ કહી હાથ પકડીને તેના ઘરે લઇ ગયા હતા. તેના ઘરે પહોંચ્યા બાદ પોતાને પલંગ પર બેસાડી શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા. અડપલાં કરતા પોતે ગભરાઇ જતા ઊભી થઇ ગઇ હતી. ત્યારે પ્રકાશભાઇએ હવે તું ઘરે જા, તારા માસીનો ફોન આવી ગયો તેમ કહી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.

ત્યાંથી ગભરાયેલી હાલતમાં નાનીના ઘરે ગઇ હોવાનું જણાવ્યું હતું. મિત્રે જ પુત્રી પર નજર બગાડી જઘન્ય કૃત્ય આચરતા સમસમી ગયેલો યુવાન યુનિવર્સિટી પોલીસ મથક પહોંચ્યા હતા અને પ્રકાશ ઉર્ફે રાજુ સામે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ બી.આર. ભરવાડે માનસિક વિકૃત ઢગા સામે ગુનો નોંધી તુરંત તેના ઘરે જઇ સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી હતી.