ક્રાઈમ@રાજકોટ: 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લઇ આરોપીએ દુષ્કર્મ આચર્યું

સગીરાની મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધ્યો
 
ક્રાઇમ@સુરત: પરણીત પુરુષે 18 વર્ષની છોકરીને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં  દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે.  રાજકોટમાં સગીરા ઉપર અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આરોપી દીપક ઓમપ્રકાશ પ્રજાપતી 15 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી ત્યારે પહોંચ્યો હતો. અને તેણીનાં પિતા તથા મામાને જાનથી મારવાની ધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ એકવાર કારમાં અપહરણ કરીને સગીરાને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો. જ્યાં તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ પણ બાંધ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ સગીરાનાં પિતાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


ભોગ બનનારના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 15 વર્ષ 9 માસની દીકરી ઘરે એકલી હતી. ત્યારે કાલાવડ રોડના પ્રેમમંદિર નજીક રહેતો આરોપી દીપક ઓમપ્રકાશ પ્રજાપતિ ઘરે પહોંચ્યો હતો. બાદમાં તેણીને લગ્ન કરવાની લાલચ આપી શરીર સબંધ બાંધવા માટે જણાવ્યું હતું. જો કે, પુત્રીએ ઈનકાર કરતા તે ઉશ્કેરાયો હતો. અને તેણીના પિતા એટલે કે મને અને મામા એટલે કે, મારા સાળાને જાનથી મારવાની ધમકી આપી હતી. તેમજ બીભત્સ ગાળો આપી ફડાકા માર્યા હતા.


બાદમાં આરોપીએ મરજી વિરૂદ્ધ બળજબરીથી શરીર સબંધ બાંધી તથા ભોગબનનારના ગુદાના ભાગે શરીર સબંધ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તથા એકવાર આરોપી પોતાની કારમાં ભોગ બનારને અપહરણ કરી લઇ ગયો હતો. બાદમાં યુનિવર્સિટી રોડ ઉપર કોઇ અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખી હતી. અને કારમાં જ સગીરાની મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. આ અંગે પુત્રીએ પરિવારને જાણ કરતા પોતે આ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું. હાલ ગાંધીગ્રામ પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.