ક્રાઈમ@રાજકોટ: સૂર્યોદય સોસાયટીમાં કારખાનેદાર પર અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં

પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી
 
ગુનો@ગોંડલ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાંચ શખ્સોએ છરી, ધોકા-પાઈપથી હુમલો 

અટલ સમાચાર ડોટ કોમ ,ડેસ્ક 

સૂર્યોદય સોસાયટીમાં કારખાનેદાર પર ભાવેશ ગોલ નામના શખ્સે છરીથી હુમલો કરતાં સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે હરિધવા મેઈન રોડ પર અયોધ્યા સોસાયટીમાં રહેતાં અમીતભાઇ પરશોતમભાઇ સંગપરીયા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ વિનોદ ગોલનું નામ આપતાં ભક્તિનગર પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ 324,504 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પટેલનગર શેરી નં-4 મા આવેલ શીવ હાર્ડવેર નામનું કારખાનું ચલાવે છે. તેઓ પાંચ વર્ષ અગાઉ ગોવીંદનગર શેરી નં-4 માં ભાવેશભાઇ ગોલના મકાનમાં રહેતાં હતા અને બાદમાં તેઓ તેના સંપર્કમા ન હતાં.

ગઈકાલે તેઓ બપોરના સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કાચો માલ લેવા માટે ગયેલ અને એકટીવામા માલ લઇને સૂર્યોદય સોસાયટી મેઇન રોડ ક્રિષ્નાપાન પાસે પંહોચેલ ત્યારે ભાવેશભાઇ ગોલ તેમની પાસે આવી ગાડીની ડેકીમાથી છરી કાઢેલ અને ગાળો દઇ છરી વડે હુમલો કરવા જતા હાથથી છરી રોકવા જતાં હાથમાં છરીનો ઘા લાગી ગયો હતો અને બાદમાં પગમાં છરીનો ઘા ઝીંકી દિધો હતો.

બાદમાં તેઓ દોડીને બાજુની શેરીમા ભાગી ગયેલ હતાં. બાદમાં તેઓ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે આરોપીનો શોધખોળ હાથ ધરી હતી.