ક્રાઈમ@રાજકોટ: ફટાકડાના સ્ટોલ ધારકને છરી બતાવી બે ઇસમોએ ધમકી આપી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂની અદાવતનો ખાર રાખી નાના મવા સર્કલ પાસે બે ઈસમો બાઇક પર આવ્યા હતા અને ફટાકડાના સ્ટોલ ધારકને સરાજાહેર છરી બતાવી 'આજે તને મારી નાખવો છે' તેવી ધમકી આપી હતી. આ મામલે રાજકોટના માલવીયાનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી અભિરાજસિંહ રમેશભાઈ તલાટીયાએ આરોપી મયુરદાન પઢીયાર અને ચંદુ હરીસિંહ પઢીયાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, અભીરાજસિંહ હાલ દિવાળીના તહેવાર નિમિત્તે નાના મવા સર્કલ પાસે "આઈ મોગલ સીઝન સ્ટોર" ખાતે ફટાકડાનો સ્ટોલ ચલાવીને વ્યાપાર કરે છે.
બંને આરોપીઓ સાથે ભૂતકાળમાં અભીરાજસિંહને માથાકૂટ થઈ હતી અને તેની ફરિયાદ પણ દાખલ કરી હતી.
જેનો ખાર રાખીને તેનો ખાર રાખીને તારીખ ૦૫ના રોજ અભિરાજસિંહ પોતાના સ્ટોલ પર હાજર હતા. એ વખતે બંને આરોપીઓ ડબલ સવારીમાં મોટર સાયકલમાં સવાર થઈને આવ્યા હતા અને આરોપી મયુરે ધારદાર છરી બતાવીને અભિરાજસિંહને એવી ધમકી આપી હતી કે, "તને મારતા આટલી જ વાર લાગશે. બોલાવી લે તારા હોય એટલા ને.." જ્યારે આરોપી ચંદુએ કહ્યું હતું કે, "તને જીવતો નથી છોડવો. જાનથી મારી નાખવો છે" જેથી અભિરાજસિંહ ગભરાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેને પગલે બંને ઈસમો ત્યાંથી નાસી ગયા હતા. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.