ક્રાઈમ@સુરત: 22 વર્ષીય પરિણીતા સાથે 4 લોકોએ દુષ્કર્મ આચર્યું, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

પરિણીતા સાથે 4 લોકોએ દુષ્કર્મ આચર્યું
 
ક્રાઈમ@વાપી: વારંવાર વિનંતી કરવા છતાં બાપ બન્યો શેતાન,દીકરી પર સાત વર્ષથી દુષ્કર્મ આચરતો

અટલ સમાચાર ડોટ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.

પાડોશમાં જ રહેતા યુવકે પરિણીતા સાથે મિત્રતા કેળવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પરિણીતાનો નંબર યુવકે તેના 3 મિત્રને આપ્યો હતો. જે ત્રણેયે મિત્રોએ પરિણીતા સાથે વાત કરી મિત્રતા કેળવીને અવારનવાર દુષ્કર્મ આચરી ધાકધમકી આપવાનું ચાલુ કર્યું હતું. ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા પતિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ધાગા કટિંગનું કામ શોધતી હતી, ત્યારે વર્ષ 2020માં ઘર નજીક આવેલી દેવીદર્શન સોસાયટીમાં રહેતા અનુરાગસિંગના સંપર્કમાં આવી હતી. અનુરાગસિંગે પરિણીતાને ધાગા કટિંગનું કામ આપવાના બહાને મિત્રતા કરી હતી અને મે 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન અનુરાગસિંગ રાત્રીના સમયે પરિણીતાના પતિની ગેરહાજરીમાં ઘરે આવતો હતો અને અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો.

જોકે અંતે કંટાળીને પરિણીતાએ પતિને જાણ કર્યા બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે બે હવસખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.